એક એવું રેસ્ટોરેન્ટ, જ્યાં ગ્રાહકોને આપવામાં આવે છે ટૉયલેટનું પાણી

20 October, 2019 05:37 PM IST  |  મુંબઈ

એક એવું રેસ્ટોરેન્ટ, જ્યાં ગ્રાહકોને આપવામાં આવે છે ટૉયલેટનું પાણી

અહી ગ્રાહકોને આપવામાં આવે છે ટૉયલેટનું પાણી

જો તમને કોઈ એવી રેસ્ટોરેન્ટમાં જવા માટે કહેવામાં આવે, જ્યાં તમને પીવા માટે ટૉયલેટનું પાણી મળે તો, તમે ત્યાં જશો તો નહીં પરંતુ ગુસ્સે થઈ જશો. પરંતુ તમને જાણીને હેરાની થશે કે દુનિયામાં એક આવું રેસ્ટોરેન્ટ છે જ્યાં ગ્રાહકોને પીવા માટે ટૉયલેટનું પાણી આપવામાં આવે છે.

આ રેસ્ટોરેન્ટનું નામ છે કે ગસ્ટ યૂક્સ, જે બેલ્જિયમના કુર્નેમાં આવેલું છે. અહીં આવતા ગ્રાહકોને પીવા માટે સિંક અને ટૉયલેટનું પાણી રીસાઈકલ કરીને આપવામાં આવે છે. તેના માટે રેસ્ટોરેન્ટે એક નવી ટેક્નિકનું વૉટર પ્યૂરિફાયર લગાવવામાં આવ્યું છે.

રેસ્ટોરેન્ટે જે વૉટર પ્યૂરિફાયર લગાવવામાં આવ્યું છે કે, તે નાળાના પાણીને પણ બિલકુલ સાફ કરીને તેને પીવા લાયક બનાવી દે છે. ખાસ વાત એ છે કે આ પાણીમાં મિનરલ્સ પણ હાજર હોય છે.

આ પણ જુઓઃ 90ના દાયકામાં આવા દેખાતા હતા તમારા માનીતા કલાકારો, તસવીરો જોઈને ચોંકી જશો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રેસ્ટોરેન્ટમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું કે નાળા, સિંક કે ટૉયલેટના પાણીમે પહેલા પ્લાન્ટ ફર્ટિલાઈઝરમાં સાફ કરવામાં આવે છે, જે બાદ તેમાં વરસાદનું પાણી ભેળવવામાં આવે છે અને તેને પીવા લાયક બનાવવા માટે વૉટર પ્યૂરિફાયરમાં આપી દેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ પાણીનું આઈસ ક્યૂબ બનાવવામાં, બીયર બનાવવામાં અને કૉફી બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

offbeat news hatke news