વફાદાર ડૉગીએ બાળકીને ડૂબતી બચાવી લીધી

19 June, 2019 09:44 AM IST  | 

વફાદાર ડૉગીએ બાળકીને ડૂબતી બચાવી લીધી

બાળકીને બચાવા પોતે પાણીમાં જતો રહ્યો

જ્યારે પણ વફાદારીની વાત આવે ત્યારે આપણને શ્વાન જ યાદ આવે છે. આનો વધુ એક દાખલો આપતો કિસ્સો ઇંગ્લૅન્ડમાં બની ગયો જે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે અને નેટિઝન્સ એ જોઈને પાળેલા શ્વાનની સૂઝબૂઝ પર ફિદા થઈ ગયા છે. આ વિડિયો ક્યાંનો છે એની ખબર નથી, પણ ઇંગ્લૅન્ડના ફિઝિક્સ ઍસ્ટ્રોનૉમી નામની સંસ્થાએ આ વિડિયો શૅર કર્યો છે.

માત્ર ૧૬ સેકન્ડના વિડિયોમાં એક તળાવના કિનારા પાસે રમતી દોઢ-બે વર્ષની બાળકી પાણીમાં પડી ગયેલો બૉલ લેવા માટે પાણીમાં ઊતરી રહી છે. દડો પાણીમાં ખાસ્સો પાંચ-દસ ડગલાં અંદર જતો રહ્યો છે. એ જ વખતે તેના પરિવારનો પાળેલો ડૉગી પાછળથી પેલી બાળકીને ખેંચે છે. છોકરીને પાણીમાં જતી રોકવા શ્વાન ફ્રોક ખેંચીને તેને પાછળ લઈ જાય છે. પાછા પગે ચાલતાં બાળકી પડી જાય છે. જોકે ઊઠીને કદાચ તે ફરી પાણીમાં દડો લેવા જશે એવું લાગતાં તે ઊભી થાય એ પહેલાં તો શ્વાન દોડીને પાણીમાં જાય છે અને દડો મોંમાં પકડીને બાળકીને આપી દે છે. બે દિવસ પહેલાં જ શૅર થયેલો વિડિયો ૩૫ લાખથી વધુ લોકોએ જોયો છે.

આ પણ વાંચો: ચીનના સિચુઆનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપ; ૧૧નાં મોત, ૧૨૨ ઘાયલ

offbeat news hatke news gujarati mid-day