પાંચ ટન રેતી અને એક હજાર પ્લાસ્ટિકની બૉટલના ગણેશ

04 September, 2019 03:15 PM IST  |  ઓડિશા

પાંચ ટન રેતી અને એક હજાર પ્લાસ્ટિકની બૉટલના ગણેશ

દરિયાકિનારે રેતીમાંથી ગણેશજીની પ્રતિમા

ઓડિશાના રેતશિલ્પકાર સુદર્શન પટનાયકે ગણેશ ચતુર્થીના અવસરે પુરીના દરિયાકિનારે રેતીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી હતી. એની આજુબાજુ ૧૦૦૦ જેટલી પ્લાસ્ટિકની બૉટલ્સ મૂકીને કલાકારે સંદેશો આપ્યો હતો કે ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરો અને પર્યાવરણને બચાવો.’

આ પણ વાંચો : પાંચ સિંહોએ ભેગા મળીને ભેંસનો શિકાર કર્યો, બાદ થયું કંઈક આવું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિપેન્ડન્સ ડેના સંબોધનમાં અને મન કી બાતમાં એક જ વાર વાપરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની લોકોને અપીલ કરી હતી. એનાથી પ્રેરિત થઈને સુદર્શન પટનાયકે પર્યાવરણની રક્ષાના સંદેશવાળી ૧૦ ફુટ ઊંચી રેતીના ગણેશની મૂર્તિ બનાવી હતી જેમાં પાંચ ટન રેતીનો ઉપયોગ થયો હતો.

odisha offbeat news hatke news