કોકા કોલા નહીં, પરંતુ કૉવૅક્સિન અને કોવિશીલ્ડ

20 June, 2021 09:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે શુક્રવારે એક ટ્વીટ કરતાં કોકા કોલાને બદલે કોવિશીલ્ડ અને કોવૅક્સિન લેવાની સલાહ લોકોને આપી. વળી સલામતીના શૉટ્સ તરીકે એને વર્ણવી.

કોકા કોલા નહીં, પરંતુ કૉવૅક્સિન અને કોવિશીલ્ડ

તાજેતરમાં ફુટબૉલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કોકા કોલાની બૉટલ સાઇડમાં હટાવીને લોકોને પાણી પીવાની સલાહ આપી. ત્યાર બાદ સોશ્યલ મીડિયામાં જાતજાતની મીમ વાઇરલ થઈ, જેનો લાભ લઈ ઉત્તર પ્રદેશની પોલીસે લોકોને વૅક્સિન લેવાની સલાહ આપી. પોલીસે શુક્રવારે એક ટ્વીટ કરતાં કોકા કોલાને બદલે કોવિશીલ્ડ અને કોવૅક્સિન લેવાની સલાહ લોકોને આપી. વળી સલામતીના શૉટ્સ તરીકે એને વર્ણવી. આ સાથે જ ‘જેબ હૈ તો જાન હૈ, જેબ સે હૈ સેફ્ટી’ જેવાં સૂત્રો દ્વારા વૅક્સિનનું મહત્ત્વ સમજાવ્યું.

offbeat news uttar pradesh