ના​ઇજીરિયાની કુકે બનાવ્યો લાગલગાટ ૧૦૦ કલાક ભોજન બનાવવાનો રેકૉર્ડ

17 May, 2023 12:44 PM IST  |  Abuja | Gujarati Mid-day Correspondent

૨૦૨૧માં તેણે જોલોફ ફેસ ઑૅફ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ૫૦૦૦ ડૉલર (અંદાજે ૪ લાખ રૂપિયા)નું પ્રથમ ઇનામ જીતી હતી. 

હિલ્ડા બાસી એફિઓંગ

મહિલાઓનો કેટલો બધો સમય રસોઈ બનાવવામાં જાય છે, પણ એની કોઈ નોંધ લેતું નથી. નાઇજીરિયાની એક મહિલાએ સતત ૧૦૦ કલાક સુધી રસોઈ બનાવીને વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. હિલ્ડા બાસી એફિઓંગ હિલ્ડા બુકી તરીકે પણ જાણીતી છે. તેણે ભારતીય લતા ટંડનનો અગાઉ ૮૭ કલાક ૪૫ મિનિટ સુધી સતત રાંધવાનો રેકૉર્ડ તોડ્યો છે. નાઇજીરિયાની ઘણી સેલિબ્રિટીઝ જ્યારે એ રેકૉર્ડ બનાવતી હતી ત્યારે એનો ઉત્સાહ વધારવા હાજર હતી. હિલ્ડા બાસી અગાઉ પણ ઘણી રસોઈ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકી છે. ૨૦૨૧માં તેણે જોલોફ ફેસ ઑૅફ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ૫૦૦૦ ડૉલર (અંદાજે ૪ લાખ રૂપિયા)નું પ્રથમ ઇનામ જીતી હતી. 

international news guinness book of world records offbeat news nigeria