ડોક્ટર કહેતા હતા બાળક નહીં થાય, એક સાથે 4 બાળકને આપ્યો જન્મ

18 August, 2019 08:08 AM IST  |  ન્યૂઝીલેન્ડ

ડોક્ટર કહેતા હતા બાળક નહીં થાય, એક સાથે 4 બાળકને આપ્યો જન્મ

‘ભગવાન દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ..’ એ માન્યતાને અક્ષરશઃ સાચી પાડે એવો કિસ્સો ન્યુ ઝીલૅન્ડના તિમારુ શહેરમાં બન્યો છે. ૨૮ વર્ષનાં કેન્ડલ વૉકર અને જોશ નામના યુગલે જ્યારે લગ્ન કર્યાં ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે કેન્ડલને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અને એન્ડોમેટ્રિઓસિસ નામની તકલીફ હોવાને કારણે તેને કુદરતી રીતે કદી ગર્ભધારણ નહીં જ થાય. આ જ કારણોસર તેમણે પહેલું બાળક મેળવવા માટે ઇન્ફર્ટિલિટીની સારવાર કરાવી અને એમાંથી એક દીકરો જન્મ્યો જેનું નામ પાડ્યું બ્રુકલિન.

દીકરો ત્રણ વર્ષનો થયો હતો અને પોતાને તો હવે બાળક નૅચરલી તો કન્સીવ થવાનું જ નથી એ બાબતે નચિંત રહેતા યુગલને એક દિવસ આંચકો પમાડે એવા સમાચાર મળ્યા. એ ન્યુઝ હતા કેન્ડલની પ્રેગ્નન્સીના એટલું જ નહીં, તેના ગર્ભમાં એકસાથે ચાર બાળકો છે એ જોઈને તો ડૉક્ટરો પણ અચંબામાં મુકાઈ ગયા. પ્રેગ્નન્સીના નવ મહિના અતિશય તકેદારી સાથે વિતાવવા પડ્યા. એક સમયે કેન્ડલ અને જોશ બાળક મેળવવા ઝૂરતા હતા તેમને હવે ચિંતા થવા લાગી કે આવનારા ચાર બાળકોને કેવી રીતે ઉછેરીશું. બાળકના જન્મ પછીના શરૂઆતના થોડાક મહિનાઓ બાળકો માંદા રહ્યા, પણ હવે ચારેય બાળકો એક વર્ષના થઈ ગયાં છે.

આ પણ વાંચોઃ ખુલ્લા પગે 11 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે આ રનર

છેલ્લાં એક વર્ષમાં કેન્ડલ અને જોશની જિંદગી રોલર કોસ્ટર રાઇડ જેવી થઈ ગઈ છે. બે દીકરીઓ અને ત્રણ દીકરાના પરિવારને સાચવવા માટે કેન્ડલે પોતાના ઘરની ડિઝાઇનમાં પણ બદલાવ કરવા પડ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે ઇન્ફર્ટાઇલ મહિલાઓના ૭,૬૯,૦૦૦ કેસમાંથી એકાદમાં આવું થવાની સંભાવના રહે છે.

offbeat news hatke news news