ન્યુ ઝીલૅન્ડમાં પૂરના પાણીમાંથી બસ કાઢી રહેલા ડ્રાઇવરનો વિડિયો જોઈને નેટિઝન્સ ઇમ્પ્રેસ થયા

05 February, 2023 08:52 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરના પરા વનહુંગામાં ભરાયેલા ઊંડાં પાણીમાંથી બસ કાઢી રહેલા ડ્રાઇવરનો વિડિયો વાઇરલ થયો છે.

ન્યુ ઝીલૅન્ડમાં પૂરના પાણીમાંથી બસ કાઢી રહેલા ડ્રાઇવરનો વિડિયો જોઈને નેટિઝન્સ ઇમ્પ્રેસ થયા

ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડ શહેરના પરા વનહુંગામાં ભરાયેલા ઊંડાં પાણીમાંથી બસ કાઢી રહેલા ડ્રાઇવરનો વિડિયો વાઇરલ થયો છે. મૌંગાકીકી-તામાકી લોકલ બોર્ડના સભ્ય ડેબી બરોઝ દ્વારા સવારે સાડાછ વાગ્યા બાદ ફેસબુક પર આ વિડિયો શૅર કરવામાં આવ્યો હતો. 
ક્વીન્સ ટાઉન આરડી મોટરવે ઑન-રૅમ્પ નજીક, બીચક્રૉફ્ટ એવ પર પૂરના પાણીમાં કાર તરતી હોવાનું જણાવતાં બુરોઝે ફેસબુક પોસ્ટમાં ઉમેર્યું હતું કે થોડા સમય બાદ વિડિયોમાં એક બસ ખૂબ સહેલાઈથી પૂરના પાણીમાંથી પસાર થઈ રહેલી દેખાય છે. 
પૂરના પાણી ભરેલા વિસ્તારમાંથી બસ પસાર થઈ ગયા બાદ ડ્રાઇવરે એને સુરક્ષિત સ્થાન પર પાર્ક કરીને બસ બદલવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યાર બાદ બસને ટો કરીને ડેપોમાં લઈ જવાઈ હતી. અધિકારીઓએ પૂરના પાણીમાં ફસાઈ જવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આવું જોખમ ન લેવાની વિનંતી કરી હતી. આ વિડિયો જોઈને નેટિઝન્સ ડ્રાઇવરની ડ્રાઇવિંગ સ્કિલથી ઇમ્પ્રેસ થયા છે.

offbeat news new zealand