ભાજપની જીતની અસર, મુસ્લિમ પરિવારે બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી !

25 May, 2019 02:28 PM IST  |  ગોંડા

ભાજપની જીતની અસર, મુસ્લિમ પરિવારે બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધી જ રહ્યો છે. લોકસભાની ચૂંટમીમાં ભાજપની જબરજસ્ત બાદ પીએમ મોદીની લોકપ્રિયતા ચરમસીમા પર છે. ત્યારે ગોંડામાં એક મુસ્લિમ પરિવાર પર પણ આની અસર પડી છે. આ પરિવારે પોતાના ઘરમાં જન્મેલા બાળકનું નામ પીએમ મોદીના નામ પરથી રાખ્યું છે. આ બાળકનો જન્મ 23 મેના રોજ થયો હતો, જે બાદ તેનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવામાં આવ્યું છે.

પીએમ મોદીના વ્યક્તિત્વથી મુસ્લિમ સમાજ પણ પ્રભાવિત થઈ રહ્યો છે. પોતાની જાત કરતા પહેલા દેશ વિશે વિચારનાર પીએમ મોદીના સમર્થકો પ્રચંડ જીતને કારણે ખુશ છે. ભાજપની જીતની ઉજવણી દેશભરમાં થઈ. ક્યાંક ગુલાલ ઉડ્યા તો ક્યાંક ફૂલોનો વરસાદ થયો. આ દરમિયાન ગોંડા જિલ્લામાં ઉત્સવનો એક અલગ જ નજારો જોવા મળ્યો. ગોંડામાં એક મુસ્લિમ પરિવારને ત્યાં બાળકનો જન્મ થયો. અને બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાખવામાં આવ્યુ.

ગોંડાના મુસ્તાક અહેમદના પુત્ર મોહમ્મદ ઈદરીના ઘરે ગુરુવારે પરિણામના દિવસે જ બાળકનો જન્મ તયો હતો. બીજા દિવસે બાળકના નામ અંગે વિચારણા શરૂ થઈ તો ઈદરીસની પત્નીએ નરેન્દ્ર મોદી નામ રાખવાનું કહીને આખા પરિવારને ચોંકાવી દીધો. પહેલા તો સાસરા પક્ષના લોકોએ આ વાતનો વિરોધ કર્યો. પરંતુ જ્યારે તેણે દુબઈમાં નોકરી કરતા પતિ મુસ્તાક અહેમદ સાથે ફોન પર વાત કરીને તેની રજા લીધી તો આખરે પરિવાર પણ માની ગયો. છેલ્લે બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી રાકવાનો નિર્ણય કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ યુવકના પેટમાંથી નીકળ્યા 8 ચમચા, 2 સ્ક્રૂ ડ્રાઇવર, 2 ટુથબ્રશ અને 1 ચાકુ

બાળકની માતા મૈનાજ બેગમને ડીએમના નામે એક શપથ પત્ર પણ બનાવડાવ્યું છે. આ શપથ પત્રમાં પણ બાળકનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી જ રાખવામાં આવ્યું છે. મૈનાજ બેગમનું કહેવું છે કે તે લાંબા સમયથી નરેન્દ્ર મોદી વિશે સાંબલથી આવી છે. તેનું કહેવું છે કે મોદીજી સારું કામ કરી રહ્યા છે, જો તેઓ બીજીવખત જીત્યા છે, તો બાળકનું નામ તો તેમના માટે નાનકડી ભેટ છે. તેમણે તીન તલાક પર કાયદો બનાવીને મુસ્લિમ મહિલાઓને મોટી મદદ કરી છે.

narendra modi Election 2019 national news offbeat news