વિશ્વના સૌથી ઝેરી સાંપ, ડંખ્યા વગર જ આપી શકે છે મૃત્યુદંડ

11 November, 2019 08:52 PM IST  |  Mumbai Desk

વિશ્વના સૌથી ઝેરી સાંપ, ડંખ્યા વગર જ આપી શકે છે મૃત્યુદંડ

પ્રતીકાત્મક તસવીર

ઘણીવાર સાઁપનું નામ સાંભળીને જ લોકો ગભરાઇ જતાં હોય છે, કારણકે તેમને ઘરતીના સૌથી ખતરનાક જીવોમાંના એક માનવામાં આવે છે. આમ તો વિશ્વમાં સાંપની 2500-3000 પ્રજાતિઓ જોવા મળે છે, પણ તેમાંથી કેટલાક ઝેરી પણ હોય છે. ભારતમાં જેરી સાંપની 69 પ્રજાતિઓની પરખ થઈ છે, જેમાંથી 29 સમુદ્રી સાઁપ અને 40 જમીન પર રહેતા સાઁપ છે. આજે વિશ્વના કેટલાક એવા જ ઝેરી અને ઘાતક સાંપ વિશે જણાવીએ કે જેનો ડંખ થતાં માણસનું મૃત્યુ નક્કી છે.

સી સ્નેક (સમુદ્રી સાઁપ)
સી સ્નેક કે સમુદ્રી સાઁપ દક્ષિણ-પૂર્વ એશિયા અને ઉત્તર ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેમને વિશ્વના સૌથી ઝેરી સાંપ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સાંપના ઝેરની કેટલાક મિલીગ્રામ ટીપા જ 1000 વ્યક્તિઓને મૃત્યુ આપી શકે છે. જો કે આ સાંપ સમુદ્રમાં જ મળે છે, આ કારણે સામાન્ય વ્યક્તિ આના શિકાર નથી થતાં, પણ માછલી પકડતી વખતે માછીમારો આના શિકાર બને છે.

ઇંનલેન્ડ તાઇપન
આ જમીનપર રહેતા સાઁપ છે, જે ખૂબ જ ઝેરી હોય છે. આની એક બાઇટમાં 100 મિલીગ્રામ સુધી વિષ હોય છે જે એક ઝાટકામાં 100 વ્યક્તિઓનું મૃત્યુ થઈ શકે છે. આનું વિષ કોબરાની તુલનામાં 50 ગણું વધારે ખતરનાક હોય છે.

ઇસ્ટર્ન બ્રાઉન સ્નેક
આ સાંપ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે, જે ખૂબ જ ઝેરી હોય છે. કહેવાય છે કે આના ઝેરનો 14,000મો ભાગ કોઇ વ્યક્તિને મારવા માટે પૂરતું છે.

ફિલિપીની કોબરા

આમતો કોબરા સાંપની મોટાભાગની પ્રજાતિઓ ઝેરી હોય છે, પણ ફિલિપીની કોબરામાં જેટલું ઝેર હોય છે, તેટલું અન્ય કોઇમાં નથી હોતું. આ સાંપની સૌથી મોટી ખાસિયત એ છે કે આ શિકારને ડંખવાને બદલે તેના પર દૂરથી જ ઝેર થૂંકે છે. આનું ઝેર ન્યૂરો ટૉક્સિક હોય છે, જે સીધું શ્વાસ અને હ્રદય પર અસર કરે છે.

આ પણ વાંચો : કેઝ્યુઅલ આઉટિંગ માટે આ ગુજરાતી અભિનેત્રીઓના લૂક્સને કરો ટ્રાય,લાગશો એકદમ સ્ટનિંગ

બ્લેક મામ્બા
આફ્રિકામાં જોવા મળતાં બ્લેક મામ્બા ધરતી પર સૌથી ઝડપથી ચાલતાં સાંપ હોય છે, જે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પોતાના શિકારનો પીછો કરી શકે છે. આમતો બ્લેક મામ્બાનું ફક્ત એક મિલીગ્રામ ઝેર જ કોઇ માણસને મારવા માટે પૂરતું છે, પણ આ સાંર જ્યારે કોઇના પર હૂમલો કરે છે તો તેને સતત 10-12 વાર ડંખે છે અને 400 મિલીગ્રા સુધીનું ઝેર તેના શરીરમાં છોડી દે છે.

offbeat news