બંગાળમાં લગ્નની કંકોતરીમાં જાનૈયાઓને શું ખવડાવાશે એનું મેનુ-કાર્ડ અપાતું

07 July, 2021 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૯૦ના દાયકામાં બંગાળમાં લગ્નની કંકોતરીમાં જાનૈયાઓને શું ખવડાવાશે એનું મેનુ-કાર્ડ અપાતું

૯૦ના દાયકામાં બંગાળમાં લગ્નની કંકોતરીમાં જાનૈયાઓને શું ખવડાવાશે એનું મેનુ-કાર્ડ અપાતું

લગ્નમાં હાજરી આપનારાઓ મોટે ભાગે જમણવારમાં શું સ્પેશ્યલ હશે એની જ ઇંતેજારી કરતા હોય છે. કોરોનાકાળમાં તો હવે લગ્નમાં પણ ઝૂમ દ્વારા હાજરી આપવી પડે છે એવા સંજોગોમાં જમણવારની તો વાત જ ક્યાં કરવી. તાજેતરમાં એક ટ્વિટર-યુઝરે પોતાના પેરન્ટ્સનાં લગ્નની કંકોતરી શૅર કરી છે. પશ્ચિમ બંગાળના હુગલીમાં આવેલા બાબુગંજમાં ૧૯૯૦ની ૨૭ જૂને તેના પેરન્ટ્સનાં લગ્ન થયાં હતાં, જેમાં જાનૈયાઓને ભોજનમાં કઈ-કઈ વાનગી પીરસવામાં આવશે એનો ઉલ્લેખ હતો. કંકોતરીમાં પહેલા પેજ પર ‘આબિર વેડ્સ ઈશિતા’ એવું લખેલું છે, તો અંદર વેજિટેરિયન તેમ જ નૉન-વેજિટેરિયન મહેમાનો માટે મેનુ-કાર્ડ મુકાયું છે; જેમાં દમ આલુ, ચિલી ફિશ, ફિશ બટર ફ્રાય અને વેજિટેબલ ફ્રાઇડ રાઇસ જેવી વાનગીઓનાં નામ વાંચવા મળે છે. 
વળી કેટરર્સ પણ સાઇડમાં લખે છે, ‘તમારી તૃપ્તિ, અમારી પ્રેરણા.’ આ મેનુ-કાર્ડ સોશ્યલ મીડીયામાં ઘણું વાઇરલ થયું છે. જોકે લગ્નપત્રિકામાં મેનુ-કાર્ડ વાંચીને ઘણાને નવાઈ પણ લાગી છે. એનો જવાબ આપતાં ટ્વિટર-યુઝર લખે છે, ‘બંગાળીમાં કેટરર્સ દ્વારા મહેમાનોને આવું મેનુ-કાર્ડ આપવામાં આવે છે, જેથી તેઓ જમવા બેસે તો તેમને ખબર હોય કે તેમણે કઈ-કઈ વસ્તુ ખાવાની છે અને કઈ સ્પેશ્યલ આઇટમ માટે પેટમાં જગ્યા બાકી રાખવાની છે. 

offbeat news west bengal