પીડાદાયક સ્મૃતિઓને મિટાવી શકે એવી દવા હવે હાથવેંતમાં

03 November, 2019 09:16 AM IST  |  મુંબઈ

પીડાદાયક સ્મૃતિઓને મિટાવી શકે એવી દવા હવે હાથવેંતમાં

ખરાબ સ્મૃતિઓનો નાશ કરશે દવા

કૅનેડામાં ફ્રેન્ચ ભાષામાં વ્યવહાર કરતા ક્વેબૅક પ્રાંતની મૅકગ્રિલ યુનિવર્સિટીમાં ડૉ. ઍલન બ્રુનેટ સ્મૃતિઓના વ્યાપ અને ઉભરાટ પર નિયંત્રણ માટેની દવાનું સંશોધન કરે છે. ડૉ. ઍલન બ્રુનેટ પીડાદાયક સ્મૃતિઓનું જોર ઘટાડવા કે નાબૂદ કરવાની દિશામાં પાયારૂપ ટેક્નિક શોધવાની આશા રાખે છે.

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

એક વખતમાં જે વિષયને સાયન્સ ફિક્શનની કલ્પના સમાન ગણવામાં આવતો હતો એ હવે લોકો માટે હકીકત બનશે. ઍડ્જસ્ટમેન્ટ ડિસઑર્ડરથી પીડિત વ્યક્તિઓને આ સંશોધનથી ઘણી રાહત થશે. પ્રેમસંબંધોમાં દગાની લાગણીથી પીડિત અને એ દુખોને ભૂલવા ઇચ્છતા ૬૦ જણનો સાઇકિયાટ્રિક સ્ટડી કરવામાં આવ્યો હતો. બ્લડપ્રેશર પર નિયંત્રણ માટેની સસ્તી દવા પ્રોપેનોલ આપીને એ વ્યક્તિઓને પીડાદાયક સ્મૃતિઓ તાજી કરવા જણાવવામાં આવ્યું હતું. આવો પ્રયોગ પાંચથી છ વખત કરવામાં આવ્યો હતો. ઍલન બ્રુનેટ માને છે કે પ્રોપેનોલ દુખદાયક ભાવનાત્મક સ્મૃતિઓને નિંભર કરી શકે છે.

offbeat news hatke news