આર્ટિસ્ટે લેગોથી યુકેના લેક ડિસ્ટ્રિક્ટ એરિયાને રીક્રીએટ કર્યો

05 October, 2022 09:35 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

આર્ટિસ્ટ બે લાખ લેગો બ્લૉક્સ લઈને આવ્યા હતા.

આર્ટિસ્ટે લેગોથી યુકેના લેક ડિસ્ટ્રિક્ટ એરિયાને રીક્રીએટ કર્યો

આર્ટિસ્ટ જૉન ટૉર્ડોફ લેગો પ્લાસ્ટિક બિલ્ડિંગ-બ્લૉક ટોય્‍સમાંથી ઇંગ્લૅન્ડમાં લેક ડિસ્ટ્રિક્ટનું એક મૉડલ તૈયાર કરી રહ્યા છે એને માટે અત્યાર સુધી તેમણે ૪૦૦૦ પાઉન્ડ (૩.૭૦ લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો છે.

તેમણે સૌપ્રથમ એ એરિયાના ગૂગલ અર્થ મૅપ્સ ડાઉનલોડ કર્યા હતા. એ પછી આ આર્ટિસ્ટ બે લાખ લેગો બ્લૉક્સ લઈને આવ્યા હતા. એ એરિયાને પર્ફેક્ટલી રજૂ કરવા માટે તેમણે ગ્રીન, ગ્રે, બ્લુ અને બ્રાઉન બ્લૉક્સનો ઉપયોગ કર્યો હતો. તેમણે બટરમેરે વૅલી એરિયાની કામગીરી પૂરી કરી હતી અને હવે તેઓ બોરોડેલ તરફ વળ્યા છે.

તેમને એક દિવસ સમગ્ર લેક ડિસ્ટ્રિક્ટ પ્રદેશની કામગીરી પૂરી કરવાની આશા છે. જોકે એમાં ખર્ચ અને જગ્યા એમ બે અડચણ છે. તેમણે આ મૉડલ તૈયાર કરવા માટે ૧૬X૧૬ ઇંચના લાકડાનાં બાવન બોર્ડનો ઉપયોગ કર્યો છે.

offbeat news united kingdom london