બ્રિટનમાં ઇન્સ્ટાગ્રામ પર માણસની ખોપડીઓ વેચાય છે

22 July, 2019 08:51 AM IST  |  બ્રિટન

બ્રિટનમાં ઇન્સ્ટાગ્રામ પર માણસની ખોપડીઓ વેચાય છે

સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ્સને કારણે હવે કોઈ પણ વસ્તુનું માર્કેટિંગ કરવાનું બહુ સરળ થઈ ગયું છે. જોકે બ્રિટનમાં એને કારણે ઇન્સ્ટાગ્રામ પર માણસોની ખોપડીઓ વેચવાનો ધંધો ચાલી રહ્યો છે. યસ, બ્રિટનમાં માનવશરીરના હાડકાં અને ખોપડીઓ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. સામાન્ય રીતે આવી ચીજો રિસર્ચ અને મેડિકલ સાયન્સના અભ્યાસઅર્થે ખરીદાતી હોય છે.

ઇન્સ્ટાગ્રામ પર વિક્રેતાઓ ખુલ્લેઆમ ખોપડીઓની તસવીરો રજૂ કરે છે. આ ખોપડીઓને ક્યારેક આર્ટિફિશ્યલ વાળથી સજાવવામાં આવી હોય છે કાં પછી પેઇન્ટ કરીને ચકચકિત પણ કરી હોય છે. કેટલીક ખોપડીઓ પર તો કોતરણી દ્વારા ભાતભાતની ડિઝાઇન પણ બનાવવામાં આવી હોય છે.

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !

જેમને આ ચીજો ખરીદવામાં રસ હોય એ આ વિક્રેતાઓને પર્સનલ મૅસેજ કરે છે અને બન્ને નિગોશિએટ કરીને ડીલ ફાઇનલ કરે છે. શિપિંગ અને પૅકે‌જિંગ ચાર્જ પણ નક્કી થાય છે. ૨૦૧૭ના રિપોર્ટ મુજબ અહીં બ્રિટનમાં ખોપડીઓનો બિઝેનસ ૪૦ લાખ રૂપિયાનો હતો જે હવે દર વર્ષે વધી રહ્યો છે. હાલમાં આ કારોબાર વાર્ષિક ૭૦ લાખ રૂપિયા સુધીનો છે.

offbeat news hatke news great britain