આને કહેવાય પાકિસ્તાનઃ મૉપેડ પર ગાય સાથે સવારી

25 May, 2019 08:53 AM IST  | 

આને કહેવાય પાકિસ્તાનઃ મૉપેડ પર ગાય સાથે સવારી

મૉપેડ પર ગાય સાથે સવારી

અતરંગી ચીજો વાહન પર લાદીને જવાની બાબતમાં ચીન અને પાકિસ્તાનનો જોટો જડે એમ નથી. ટૂ-વ્હીલર પર તમે શ્વાન, બિલાડી, ભૂંડ કે એના જેવાં નાનાં કદનાં પાળતુ પ્રાણીઓને લઈને ફરતા સવારો જોયા હશે, પણ પાકિસ્તાનમાં એક ભાઈ મૉપેડ પર ભારેખમ ગાયને બાંધીને લઈ જઈ રહ્યા છે.

આ ભાઈએ ગાયને ગ્રે રંગના કાપડથી કવર કરી દીધી છે અને એને મૉપેડના આગળના ભાગમાં ગોઠવી દીધી છે. રોડ પર બીજા બાઇકસવારે આ અનોખા દૃશ્યને મોબાઇલમાં કેદ કરી લીધું હતું અને ક્લિપ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી દીધી હતી. પાકિસ્તાનમાં એક્ઝૅક્ટલી ક્યાંની આ ઘટના છે એની ખબર નથી, પરંતુ સોશ્યલ મીડિયામાં કેટલાક યુઝર્સે આ ભાઈને ખરા કાઉબૉય કહીને નવાજ્યા છે. 

hatke news offbeat news