વડોદરા : ગોપાલકે બનાવી વિશ્વની સૌથી લાંબી 125 ફુટ લાંબી અગરબત્તી

05 May, 2019 08:15 PM IST  |  વડોદરા

વડોદરા : ગોપાલકે બનાવી વિશ્વની સૌથી લાંબી 125 ફુટ લાંબી અગરબત્તી

વિશ્વની 125 ફુટ સૌથી લાંબી અગરબત્તી

વડોદરા શહેરમાં અવનવી પ્રતિભાઓનો ઉદ્ભવ થતો જ રહે છે. જેનું ઉદાહરણ શહેરના આ વ્યક્તિએ પુરૂ પાડ્યું છે. શહેરના એક ગોપાલક દ્વારા 125 ફૂટ લાંબી અને 5260 કિલોનું વજન ધરાવતી મહાકાય અગરબત્તી બનાવવામાં આવી છે. હવામાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે આ અગરબત્તીમાં કુદરતી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે : વિહારભાઇ ભરવાડ
વડોદરામાં તરસાલી બાયપસ પર આવેલ ભાથીજીનગરમાં રહેતા વિહાભાઇ ભરવાડ તરસાલી બાયપાસ ખાતે રહે છે અને છેલ્લા
20 વર્ષથી ગૌરક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેઓ પોતે ગોપાલક પણ હોવાથી તેમને ગાય માટે અતિશય આદર અને પ્રેમ છે. ભારત દેશમાં ગાયોની અસુરક્ષા સામે સરકાર ગાયને સુરક્ષા આપે અને ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે ઉપરાંત દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત જવાનોનુ આયુષ્ય લાંબુ થાય તે હેતુસર તેઓએ આ અગરબત્તી બનાવી છે.

125 ફુટ લાંબી અગરબત્તી બનાવતા 80 દિવસ થયા
વિશ્વની સૌથી લાંબી અગરબત્તી બનાવવા માટે છેલ્લા
80 દિવસથી વિહાભાઈ અને તેમના સહાયકો કામ કર્યું. વિહાભાઈ અગરબત્તી બનાવતી વખતે પવિત્રતાની વિશેષ કાળજી રાખે છે અને એ માટે તેઓ તડકામાં કામ કરે તો પરસેવો નિકળે અને એ જો અગરબત્તી પર પડે તો તેની પવિત્રતા ન જળવાય, જેના કારણે વહેલી સવારથી તેઓએ અગરબત્તી બનાવવાની કામગીરીમાં જોડાઈ જાય છે. તેઓએ જણાવ્યું હતું કે આ મહાકાય અગરબત્તી બનાવવામાં હજી બીજા 20 દિવસ જેટલો સમય લાગશે.

વિશ્વની સૌથી લાંબી અગરબત્તી બનાવતા 11 લાખનો ખર્ચો થયો
વિહાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે અગરબત્તી બનાવવા પાછળ 150 કિલો ગાયનું શુદ્ધ ઘી, 3 હજાર કિલો ગાયના છાણનો પાવડર, 700 કિલો નાળિયેરનું છીણ, 450 કિલો જવ અને તલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ સુગંધ માટે 700 કિલો ગુગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, આ અગરબત્તી બનાવવા પાછળ અંદાજે 11 લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો

આ પણ જુઓ : મળો વડોદરાની આ 'સર્વગુણસંપન્ન' દીકરીને, જેણે આજે પણ જાળવી રાખ્યા છે મૂલ્યો

અગરબત્તીને આખરી ઓપ આપતા હજુ બીજા 20 દિવસ લાગશે
વિહારભાઇ ભરવાડ અને તેમની ટીમે
80 દિવસની કામગીરી કરીને અગરબત્તી બનાવી દીધી છે પરંતુ તેને આખરી ઓપ આપવામાં હજી બીજા વીસ દિવસ લાગી શકે તેમ છે.

2014માં પણ 111 ફુટની અગરબત્તી બનાવી ચુક્યા છે
વિહાભાઈએ વર્ષ
2014માં 111 ફુટની અગરબત્તી બનાવી હતી. જેને કરજણના શિવવાડી આશ્રમમાં પ્રજવલીત કરાઇ હતી. એ જ પ્રમાણે તેઓએ વર્ષ 2016માં 121 ફુટ લાંબી અગરબત્તી ઉજ્જૈન મહાકુંભમાં મોકલાવી હતી. જ્યારે આ વર્ષે વિહાભાઈએ 125 ફુટ લાંબી અગરબત્તી બનાવી છે. જે આગામી દિવસોમાં બગોદરા ખાત નવેમ્બર માસમાં યોજાનાર 11008 કુંડી લક્ષ્મીનારયણ કામધેનુ મહાયજ્ઞમાં મોકલવામાં આવશે.

vadodara gujarat hatke news offbeat news