શર્ટલેસ થઈને રોડ પર ચિકન વેચતો યુવક ઇન્ટરનેટ પર છવાયો

25 January, 2019 11:36 AM IST  | 

શર્ટલેસ થઈને રોડ પર ચિકન વેચતો યુવક ઇન્ટરનેટ પર છવાયો

ચિકન વેચતો શર્ટલેસ છોકરો

સોશ્યલ મીડિયામાં એક શર્ટલેસ ચિકન વેન્ડરની તસવીરો જબરી વાઇરલ થઈ છે. આ ભાઈ સલમાન ખાનની સ્ટાઇલમાં શર્ટલેસ થઈને રોડ પણ ચિકન વેચી રહ્યા છે. મલેશિયાના ક્વેન્ટિન શહેરમાં રહેતા આ છોકરાનું નામ છે સિહયુ નિયો. સિહયુની સાથે ચિકનની દુકાન પર તેની મમ્મી કામ કરે છે. સિહયુની આ એકમાત્ર દુકાન નથી.

આ પણ વાંચો : માંદા પડવામાં મદદરૂપ થાય એવાં ટિશ્યુઝ વેચતી સ્ટાર્ટઅપ કંપની શરૂ થઈ

આ જ શહેરમાં તેની બીજી દુકાન પણ છે જ્યાં તે સી-ફૂડ વેચે છે. આમ તો આ ભાઈનું કહેવું છે કે પોતે કામમાં સરળતા રહે એ માટે શર્ટલેસ થઈને સ્ટૉલ પર કામ કરે છે, પરંતુ તેની મમ્મીનું કહેવું છે કે દીકરો શર્ટલેસ થઈને અહીં કામ કરતો હોય તો મહિલા કસ્ટમર્સની અવરજબર બહુ વધી જતી હોય છે એટલે તે આમ કરે છે.

offbeat news malaysia