જેમણે કદી સ્મોકિંગ ન કર્યું હોય એવા ફેફસાંના કૅન્સરના દરદીઓ વધી રહ્યા છે ભારતમાં

13 July, 2024 01:40 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અર્બન વિસ્તારોમાં ઍર ક્વૉલિટી ખરાબ રહી છે એ એશિયન દેશોમાં આ હાલત છે. 

પ્રતીકાત્મક તસવીર

લંગ કૅન્સરનું સૌથી મોટું કારણ સ્મોકિંગ ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં આ વાત ખોટી પડી રહી છે. ભારતમાં નૉન-સ્મોકર્સમાં પણ કૅન્સરનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં જોવા મળ્યું છે અને એ માટે નિષ્ણાતો ઍર પૉલ્યુશનને જવાબદાર ગણે છે. ૧૯૯૦માં ફેફસાંનું કૅન્સર દર એક લાખ લોકોએ ૬.૬૨ લોકોમાં જોવા મળતું હતું એ ૨૦૧૯માં એક કલાકે ૭.૭ જેટલું થઈ ગયું હતું. ૨૦૨૫ સુધીમાં એક લાખે ૯ જણને કૅન્સર થાય એવી સંભાવના છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના નિષ્ણાતોએ તૈયાર કરેલાં આંકડાકીય અભ્યાસનાં તારણો એવું કહે છે કે સ્મોકિંગ ન કરનારાઓમાં છેલ્લા થોડા સમયથી કૅન્સરનું પ્રમાણ વધ્યું છે. જે અર્બન વિસ્તારોમાં ઍર ક્વૉલિટી ખરાબ રહી છે એ એશિયન દેશોમાં આ હાલત છે. 

offbeat news cancer india