લગ્ન સમારોહમાં બધા હાજર રહે એ માટે મંડપમાં ટેસ્ટ મૅચનું લાઇવ ટેલિકાસ્ટ

10 February, 2021 10:44 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

લગ્ન સમારોહમાં બધા હાજર રહે એ માટે મંડપમાં ટેસ્ટ મૅચનું લાઇવ ટેલિકાસ્ટ

આપણા દેશમાં ક્રિકેટ પાછળ ગજબનું ગાંડપણ છે. પોતાના ફેવરિટ ખેલાડીની રમત જોવા માટે લોકો ગમે એ કરવા તૈયાર છે. એને માટે કોઈ સામાજિક પ્રસંગમાં ગેરહાજરી આપતાં પણ ખચકાતા નથી. ક્રિકેટરસિયાઓને આવી કોઈ દ્વિધામાં ન ફસાવવા પડે એ માટે ચેન્નઈના એક પરિવારે લગ્ન સમારોહ દરમ્યાન ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મૅચના લાઇવ ટેલિકાસ્ટની વ્યવસ્થા કરી હતી. લગ્ન સમારોહમાં હાજરી આપનારા મહેમાનો પણ મૅચ જોઈ રહ્યા હોય એવા ફોટો સોશ્યલ મીડિયામાં ઘણા વાઇરલ થયા છે. એક યુઝરે લખ્યું હતું કે ચેન્નઈમાં મૅચ રમાતી હોય, ટીમમાં ચેન્નઈના બે ખેલાડીઓ રમતા હોય તો એ મૅચ કઈ રીતે છોડી શકાય. ભારતીય ક્રિકેટ બોર્ડ અને આઇપીએલની મીડિયા ટીમના સભ્ય મૌલિક પરીખે આ ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરતાં કહ્યું હતું કે સમારોહમાં મહેમાનોની ફુલ હાજરી માટે મૅચનું લાઇવ ટેલિકાસ્ટ ફરજિયાત છે.

offbeat news national news chennai test cricket india england