૧૫૦ વર્ષ પછી લાઇબ્રેરીમાં પુસ્તક પાછું આપ્યું તો ૧૯ લાખ રૂપિયાનો દંડ થયો

03 August, 2026 05:43 PM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઓસ્ટ્રેલિયાની એક લાઇબ્રેરીમાં 150 વર્ષ પછી દુર્લભ પુસ્તક પરત જમા થતાં સૌ કોઈ ચકિત થઈ ગયા. ચીમનીમાં મળેલું આ પુસ્તક હવે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદાર બન્યું છે, જ્યારે લાઇબ્રેરીએ કરોડો રૂપિયાના દંડને માફ કરીને તેને ઐતિહાસિક સંગ્રહમાં સામેલ કર્યો.

૧૫૦ વર્ષ પછી લાઇબ્રેરીમાં પુસ્તક પાછું આપ્યું તો ૧૯ લાખ રૂપિયાનો દંડ થયો

ઑસ્ટ્રેલિયામાં એક લાઇબ્રેરીમાં એક પુસ્તક છેક ૧૫૦ વર્ષ પછી રિટર્ન કરવામાં આવ્યું. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આ ઘટનાને નોંધવા માટે અરજી કરવામાં આવી છે, કેમ કે અત્યાર સુધીમાં કોઈએ આટલાં લાંબાં વર્ષો પછી લાઇબ્રેરીમાં બુક જમા કરાવી હોય એવું નોંધાયું નથી. આ પુસ્તક ૧૯૮૦માં ઑસ્ટ્રેલિયાની એક લાઇબ્રેરીમાંથી વાંચવા માટે લેવામાં આવ્યું હતું. આ પુસ્તક ઘરમાં ચીમનીની અંદર એક લાકડાના બૉક્સમાં રાખેલું મળ્યું હતું. એ ક્યાંથી લેવામાં આવેલું એ લાઇબ્રેરીનું કાર્ડ પણ એમાં હતું. ૧૯૫૮માં પ્રકાશિત થયેલી એ બુક હતી એટલે એ ખાસ્સી દુર્લભ મનાતી હતી. સોશ્યલ મીડિયા પર આ પુસ્તકની તસવીરો વાઇરલ થઈ છે, પરંતુ એ કયા વિષય પર હતી એ જાણી શકાયું નથી. પરિવારની ત્રીજી પેઢીને આ બુક મળી હતી અને જ્યારે પરિવારજનો લાઇબ્રેરીમાં પાછી આપવા ગયા ત્યારે ત્યાંના મૅનેજરે કહ્યું કે જો એ સમયના નિયમો લાગુ કરવામાં આવે તો આટલા લાંબા સમય સુધી બુક પાછી ન આપવા બદલ ૧૯ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જોકે લાઇબ્રેરીએ દંડ માફ કરી દીધો હતો અને હવે આ પુસ્તક કોઈનેય ઇશ્યુ નહીં કરવામાં આવે એવું જાહેર કર્યું હતું.

australia guinness book of world records world news offbeat news hatke news