૧૦ ફુટ પહોળાં પાંદડાં અને ૧૫ ઇંચનાં ફૂલો ધરાવતી જળકમળની વિશાળ પ્રજાતિ શોધાઈ

06 July, 2022 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના કેવ ગાર્ડનમાં છેલ્લાં ૧૭૭ વર્ષથી ઊગતી વૉટરલીલી (કમળના જાતનો એક છોડ) વિશ્વનો સૌથી વિશાળ છોડ છે.

૧૦ ફુટ પહોળાં પાંદડાં અને ૧૫ ઇંચનાં ફૂલો ધરાવતી જળકમળની વિશાળ પ્રજાતિ શોધાઈ

ઇંગ્લૅન્ડના કેવ ગાર્ડનમાં છેલ્લાં ૧૭૭ વર્ષથી ઊગતી વૉટરલીલી (કમળના જાતનો એક છોડ) વિશ્વનો સૌથી વિશાળ છોડ છે. આને વનસ્પતિશાસ્ત્રની એક અજાયબી ગણાવી શકાય. આ જળકમળનાં પાદડાં ૧૦ ફુટ પહોળાં હોય છે અને ફૂલ ૧૫ ઇંચ એટલે કે માણસના માથા જેટલાં મોટાં હોય છે. સૂકાં પાંદડાંઓના કરેલા સંગ્રહના આધારે આ પ્રજાતિની ઓળખ કરવામાં આવી હતી, જે અહીં ૧૮૪૫થી સાચવવામાં આવતી હતી. જોકે હાલમાં આ પ્રજાતિ કેવના વૉટરલીલી હાઉસમાં વિકસી રહી છે. હાલમાં આ નમૂના થોડા નાના છે, પરંતુ પાંદડાં ૮.૯ ફુટ સુધી પહોંચશે. 
આ જળકમળને અગાઉ વિક્ટોરિયા બોલિવિયાના તરીકે ઓળખવામાં આવતી હતી. એ બે જાતિના મિશ્રણથી બની હશે એવું માનવામાં આવંતુ હતું, પણ આ કોઈ અલગ જ પ્રજાતિ હોવાની વાત હવે સ્વીકારવામાં આવી છે. અંદાજે બે દાયકાના સંશોધન બાદ આ નવા જળકમળની પ્રજાતિની ઓળખ કરવામાં આવી છે. આ પ્રજાતિનાં ફૂલો રાતે જ ખીલે છે અને બપોર સુધીમાં બિડાઈ જાય છે. આ છોડને કાંટાળાં પાંદડાંની દાંડી હોય છે, જે માછલી અને અન્ય જળચર પ્રાણીઓથી બચવા માટે હોય છે. પાંદડામાં એક ખાંચો હોય છે જેમાંથી સપાટી પર ભેગું થયેલું વધારાનું પાણી નીકળી જાય છે. જંગલમાં આ 
પ્રજાતિ વધુ મોટા પ્રમાણમાં પણ ઊગે છે. હાલમાં કેવ ગાર્ડનમાં વૉટરલીલી જોઈ શકાય છે. 

offbeat news england