બાળકને 3 કલાકથી પીઠ પર રાખી ભણાવતી રહી પ્રૉફેસર, જેથી માતા લઈ શકે નોટ્સ

27 September, 2019 04:37 PM IST  |  મુંબઈ ડેસ્ક

બાળકને 3 કલાકથી પીઠ પર રાખી ભણાવતી રહી પ્રૉફેસર, જેથી માતા લઈ શકે નોટ્સ

એનાએ શૅર કરેલી પોતાની માતાની તસવીર

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં કોલેજની મહિલા પ્રોફેસરની ફોટો વાયરલ થઇ રહી છે. વાયરલ થયેલી ફોટો આપણી ભાવનાઓ સાથે જોડાયેલી છે. કારણ કે આ ફોટો એ તમામ માતાઓ સાથે જોડાયેલી છે જે Working Mother છે.

Georgia Gwinnett Collegeની પ્રૉફેસર છે ડૉ. રામત સિસોકો સિસે, તે તસવીરમાં ક્લાસને લેક્ચર આપી રહી છે. ધ્યાનપાત્ર બાબત એ છે કે તેની પીઠ પર એક નાનકડું બાળક કપડાં સાથે બાંધેલું છએ. ડૉ.મસિસે જણાવે છે કે આ બાળક તેમની એક વિદ્યાર્થિનીનું છે. માને ક્લાસમાં બાળકને કારણે લખવામાં મુશ્કેલી પડતી હતી. તેથી ડૉ. સિસેએ બાળકને સંભાળવાની જવાબદારી લીધી. તે પણ આખા 3 કલાક.

ડૉ. સિસે બાયોલૉજીની અસિસ્ટન્ટ પ્રૉફેસર છે. તેમણે 'યાહૂ ન્યૂઝ'ને જણાવ્યું કે, "તેણે મને પૂછ્યું કે શું તે પોતાનું બાળક ક્લાસમાં લાવી શકે છે. તે પહેલા પણ પોતાના કેટલાય ક્લાસિસ મિસ કરી ચૂકી હતી. હું નહોતી ઇચ્છતી કે તે પોતાની સ્ટડીમાં પાછળ રહી જાય. આગળ પરીક્ષાઓ પણ આવી રહી છે."

"હું બાળકનું ધ્યાન રાખવા માગતી હતી"
ડૉ. સિસે આગળ કહે છે, "જ્યારે તે ક્લાસમાં બાળકને લઈને આવી, ત્યારે બધું બરાબર હતું. પણ પછી મેં અનુભવ્યું કે બાળકને ખોળામાં લેવાથી તેને લખવામાં મુશ્કેલી પડતી હતી. મારી અંદરનું માતૃત્વ જાગી ઉઠ્યું અને હું માલીમાં રહું છું. ત્યાં કામ કરતી વખતે બાળકોને સાચવવા માટે કાપડના ટૂકડાનો ઉપયોગ કરે છે. બાળકને કાપડના આધારે પીઠ પર બાંધી દેવામાં આવે છે. હું બાળકનું ધ્યાન રાખવા માગતી હતી."

ડૉ. સેસિની દીકરીએ શૅર કરી તસવીર


ડૉ. સિસેએ તે જ ક્લાસમાં પડેલા એક લેબ કોટ વડે બાળકને પીઠ પર બાંઘી લીધું અને ત્રણ કલાકની ક્લાસ પણ લીધી. આ દરમિયાન બાળકની માતાએ પણ આખું લેક્ચર શાંતિથી સાંભળ્યું અને નોટ્સ પણ લીધી. ડૉ. સિસેની દીકરી એનાએ પોતાની માતાની તસવીર ટ્વિટર પર શર શુક્રવારે શૅર કરી, જે ધીમે ધીમે ચર્ચાનું કેન્દ્ર બની. એનાએ લખ્યું છે કે, "મારી માતા રોલ મૉડેલ છે." ફક્ત એનાએ જ નહીં, ડૉ. સિસેએ જે કર્યું છે ઘણાં લોકો માટે રોલ મૉડેલ બની ગઈ છે.

આ પણ વાંચો : જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

યૂઝર્સ કરી રહ્યા છે ડૉ.સાહેબાના વખાણ
અત્યાર સુધી આ તસવીરને હજારો લાઇક્સ મળી ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ રિટ્વીટ પણ કર્યું છે. ડૉ. સિસેના આ સારા કામના વખાણ પણ કરી રહ્યા છે.

offbeat videos offbeat news