જાણો આખરે કેમ ચીનમાં વધી રહી છે ગધેડાંઓની માંગ!

08 September, 2019 05:24 PM IST  |  મુંબઈ

જાણો આખરે કેમ ચીનમાં વધી રહી છે ગધેડાંઓની માંગ!

જાણો આખરે કેમ ચીનમાં વધી રહી છે ગધેડાંઓની માંગ!

એક સમય હતો જ્યારે કોઈને હતોત્સાહ કરવા માટે તેને ગધેડો કહેવામાં આવતો હતો. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. અને તમે એ જાણીને હેરાન રહી જશો કે કેટલાક દેશોમાં આ જ ગધેડાઓની તસ્કરી કરવામાં આવી રહી છે. હાલમાં કેટલાક દેશોમાં ગધેડાના ચામડાની માંગ વધી રહી છે. ચીનમાં ગધેડાંઓના ચામડાઓની વધતી જતી માંગના કારણે તેની કાળાબજારી પણ થવા લાગી છે.

ચામડાની તસ્કરી કરવાવાળી ગેન્ગ ભાડે રાખેલા લોકો પાસેથી કેન્યાના ગામોમાંથી ગધેડાઓની ચોરી કરાવે છે. જે બાદ તેની તસ્કરી કરે છે. ગધેડાંઓ ત્યાંના ખેડૂતો માટે જીવનનિર્વાહનું સાધન છે, હવે તેમના ગાયબ થઈ જવાથી તેમના પર ખરાબ પ્રભાવ પડી રહ્યો છે. ખેડૂતો માટે ગધેડાંઓ ખેતી અને પરિવહનનું સાધન છે, જેમના ગાયબ થઈ જવાથી તેમના માટે સંકટ થઈ રહ્યું છે.

કેન્યામાં વધુ ગધેડાંના ચામડાનો કારોબાર
છેલ્લા 3 વર્ષમાં કેન્યા ચીનને ગધેડાંનું ચામડું પુરું પાડતું કેન્દ્ર થઈ ગયું છે. કેન્યામાં ગધેડાંઓને ઉકાળીને ઈજિઆવ નામનું જિલેટિન બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વધતી ઉંમરના પ્રભાવને ઓછો કરવા માટે અને સેક્સની તાકાત વધારવા માટે પરંપરાગત ચિકિત્સામાં થાય છે. કેન્યાએ 2016થી ગધેડાંઓ માટે કતલખાના ખોલ્યા છે, આસપાસના કોઈ પણ દેશોમાં ગધેડાં માટે આટલા કતલખાના નથી. સરકારી આંકડાઓ અનુસાર અહીં રોજ 1, 000 ગધેડાંઓને મારવામાં આવે છે.

આફ્રિકામાં વધી માંગ
ચીનમાં ઈજિઆવની માંગ દસ ગણી વધીને 6,000 ટન વાર્ષિક થઈ ગઈ છે, આફ્રિકામાં પણ ગધેડાંઓની માંગ વધી ગઈ છે. આફ્રિકામાં ગધેડાંઓની વસતી 1.1 કરોડ હતી. જે સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર હવે 45 લાખ રહી ગઈ છે.

આ પણ જુઓઃ 90ના દાયકાની યાદોઃ એ શો જેણે આપણા બાળપણને બનાવ્યું છે રંગીન

ખતમ થઈ જશે ગધેડાંઓ
જો કે ગધેડાંઓનો મોટાભાગનો વેપાર કાયદેસર છે. પરંતુ વધતી જતી માંગણીના કારણે કેન્યાની સાથે બોત્સ્વાના, ઈજીપ્ત, દક્ષિણ આફ્રિકા અને બુરકિના ફાસોના ગામમાં તેમની ચોરીની સમસ્યા સામે આવી રહી છે. છેલ્લા 23 વર્ષોમાં લગભગ 3, 00, 000 ગધેડાંઓને ચામડા અને માંસની નિકાસ માટે મારી નાખવામાં આવ્યા છે. જ્યારે 4,000 ગધેડાં ચોરાયા હોવાના અહેવાલ છે. શોધ સંસ્થાઓનું કહેવું છે કે ગધેડાંને મારવાનો દર તેના પેદા થવાના દર કરતા પાંચ ગણો વધારે છે. અને જો આવું જ ચાલતું રહ્યું તો 2023 સુધીમાં કેન્યામાંથી તેમનું નામોનિશાન મટી જશે.


china offbeat news