સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાઓમાંથી બતકના બચ્ચાંઓ કઈ રીતે જન્મયા?

16 June, 2020 04:44 PM IST  |  London | Gujarati Mid-day Online Correspondent

સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાઓમાંથી બતકના બચ્ચાંઓ કઈ રીતે જન્મયા?

ચાર્લી અને ઈંડામંથી જન્મેલાં બતકના બચ્ચાંઓ બીપ, પીપ અને મીપ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

ઉત્તર લંડનના હર્ટફોર્ડશિઅરમાં રહેતી 29 વર્ષીય મહિલા ચાર્લી લેલોએ બતકના ઈંડામાંથી બતકના બચ્ચાંઓને જન્મ આપ્યો હોવાથી તે હાલ બહુ ચર્ચામાં છે. ચાર્લીએ સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાંઓમાંથી વગર માતાએ બતકના બચ્ચાંઓ જન્મ્યા છે. ચાર્લીએ ગરમી આપતાં ઈનક્યુબેશન મશીનની મદદથી ઈંડાંમાંથી બચ્ચાંઓને જીવતા બહાર કાઢયાં છે.

વ્યવસાયે શો રૂમની અસિસટન્ટ ચાર્લીએ ફેબુક પર એક વીડિયો જોયો જેમાં મહિલા તીતરના ઈંડા પર પ્રયોગ કરતી હતી. પછી તેને પણ ઈંડાંઓ પર પ્રયોગ કરવાનો વિચાર આવ્યો હતો. કોઈક નવો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ હતી. ત્યારબાદ તે મમ્મીની સલાહથી બજારમાં જઈને બ્રિટિશ સુપરમાર્કેટથી ખાવાના બતકનાં ઈંડાં ખરીદી લાવી હતી. સુપરમાર્કેટના ઈંડામમાંથી બચ્ચાનો જન્મ થશે? તેવો વિચાર તેના મનમાં આવ્યો. ત્યારબાદ ચાર્લીએ ઈંડાને ઈન્ક્યુબેટરમાં રાકવામું નક્કી કર્યું. 6 દિવસ બાદ તેને 1 ઈંડાંમાં નસો અને ભ્રૃણ જોવા મળ્યું અને ત્યારબાદ તેને અહેસાસ થયો કે તેને પ્રયોગ સાચો છે. તેણે ઈનક્યુબેટરમાં 1 મહિના સુધી ઈંડાઓ રાખ્યા હતા. તે ઘણી વાર કલાકો સુધી તેમની સામે બેસી જતી હતી.

ચાર્લીએ કહ્યું હતું કે, કેટલાંક સમય બાદ ઈનક્યુબેટરમાંથી હળવો અવાજ સંભળાવવા લાગ્યો હતો. નજીક જઈને જોયું તો તેમાં એક બતકનું બચ્ચુંઅવાજ કરી રહ્યું હતું અને શેલ તોડીને બહાર આવતું હતું. આ એક અવિસ્મરણીય અનુભવ હતો. આ પ્રયોગ કરવા પાછળનું કારણ જણાવતા ચાર્લીએ કહ્યું હતું કે, લૉકડાઉનમાં હું ઘણી જ કંટાળી ગઈ હતી. અચનાક મળેલી રજાઓમાં કંઈક નવો પ્રયોગ કરવાની ઈચ્છા થઈ એટલે મેં આ કર્યું. સામાન્ય દિવસોમાં આ પ્રયોગ કરવો મુશ્કેલ હોત અને તેની દેખરેખ કરવી અશક્ય બની જાત. ચાર્લીએ બતકના ત્રણેય બચ્ચાઓના નામ પણ રાખ્યાં છે. આ અંગે તેણે કહ્યું હતું કે, આ ત્રણ બચ્ચાઓનું નામ તેમના અવાજના પતથી રાખ્યું છે. હું તેમને બીપ, પીપ અને મીપ કહીને બોલાવું છું. હું તેમને કોઈપણ નદી કે જંગલમાં નહીં છોડું, કારણ કે મને કહેવામાં આવ્યું છે કે તેઓ માતા વિના નહીં રહી શકે. તેમને હું મારા ઘરમાં મારા પાળતુ સસલા સાથે રાખીશ. હવે તેઓ મારા ઘરના બીજા સભ્યો જેવા છે. લોકો આ બતકની વાર્તા જાણી શકે તે માટે ચાર્લીએ સોશ્યલ મીડિયા પર તેમનું અકાઉન્ટ પણ બનાવ્યું છે.

વિશ્વભરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે કે શું ઘરમાં ઈંડાઓમાંથી પીલું બહાર આવી શકે છે? ઈંડા વેચનારી બ્રિટનની સુપરમાર્કેટે આ ઘટનાને અજાયબી કહી હતી. સુપરમાર્કેટ કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું, ‘આ ઘટના આશ્ચર્યમાં મૂકનારી છે. મેં આ પહેલાં ક્યારેય આવી ઘટના અંગે સાંભળ્યું નથી.’

આ ઘટના બાદ ચાર્લીએ સોશ્યલ મીડિયા પર ડિબેટ શરૂ કર્યો છે કે, ઈંડા ખવાય કે નહીં?

એવું માનવામાં આવે છે કે, સામાન્ય રીતે ઘરોમાં ખોરાક તરીકે લેવાતા ઈંડાઓ ફર્ટિલાઈઝ્ડ હોતા નથી. તેને પેશ્ચુરાઈઝ કરીને વિકસાવવામાં આવે છે, જેથી તેમાંથી બચ્ચાંનો જન્મ થાય તે સંભવ નથી. તેવામાં સોશ્યલ મીડિયા પર આ સમાચાર વાઈરલ થતાં જ હવે ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો છે, કે શું સામાન્ય ઈંડાઓમાં પણ ફર્ટિલાઈઝ ઈંડાંઓ ભેળવેલા હોય છે? કેટલાક લોકો કહે છે કે હવેથી તેઓ ઈંડાનું સેવન નહીં કરે. તો બીજી બાજુ સુપરમાર્કેટ કંપનીના પ્રવક્તાનું કહેવું છે કે, ફર્ટિલાઈઝ્ડ ઈંડાંઓનું સેવન પણ સામાન્ય ઈંડાંઓની જેમ સુરક્ષિત છે.

england london international news offbeat news offbeat videos viral videos