નાનચાકુ વડે એક મિનિટમાં તોડ્યાં ૪૨ નારિયેળ

04 October, 2022 11:11 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સ દ્વારા આ વિડિયો ટ‍્‍વિટર પર પણ શૅર કરવામાં આવ્યો છે

નાનચાકુ વડે એક મિનિટમાં તોડ્યાં ૪૨ નારિયેળ

નાનચાકુ વડે એક મિનિટમાં તોડ્યાં ૪૨ નારિયેળ મુદુરના કે. વી. સાઈદલવીએ નાનચાકુની મદદથી વૉલન્ટિયર્સના માથા પર એક મિનિટમાં સૌથી વધુ ૪૨ નાળિયેર તોડવાનો વિક્રમ નોંધાવ્યો છે. આ રેકૉર્ડનો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સના ઑફિશ્યલ અકાઉન્ટ પર પોસ્ટ કરાયો ત્યારથી અત્યાર સુધી એને ૩૩૦૦ વ્યુઝ અને ૧૦૦ લાઇક્સ મળી છે. 

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સ દ્વારા આ વિડિયો ટ‍્‍વિટર પર પણ શૅર કરવામાં આવ્યો છે. નેટિઝન્સે આ વિડિયો પર કૌતુક કરતાં માથા પર નાળિયેર મૂકી સાઈદલવીને રેકૉર્ડ મેળવવામાં મદદ કરનાર વૉલન્ટિયર્સની પણ પ્રશંસા કરી છે. 

દરમ્યાન સાઈદલવીએ જણાવ્યું હતું કે ‘મેં કલારીપયટ્ટુ માર્શલ આર્ટ્સની પ્રૅક્ટિસ કરી છે તથા આ રેકૉર્ડ મેળવતાં પહેલાં મેં દરરાજ બે કલાક પ્રૅક્ટિસ કરી હતી. નારિયેળ તૂટી ગયાની ખાતરી થયા બાદ થોડાં નારિયેળ લોકોને ખાવા માટે વહેંચી દીધાં હતાં, જ્યારે બાકીનાં નારિયેળ તેલ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે..’ 

offbeat news guinness book of world records karnataka bengaluru