પાંચ ફૂટનો સાપ શૂઝમાં છુપાઈ ગયો

16 February, 2019 09:50 AM IST  |  કર્ણાટક

પાંચ ફૂટનો સાપ શૂઝમાં છુપાઈ ગયો

બૂટને સાપે બનાવ્યું ઘર

ગામડામાં ઘરની બહાર શૂઝ કાઢીને જવાની આદત ધરાવતા લોકોએ હંમેશાં શૂઝમાં પગ નાખતાં પહેલાં એને ઊંચકીને સાફ કરવાં જરૂરી છે. જો એમ ન કરો તો શું થઈ શકે એનો દાખલો કર્ણાટકના નેલ્મંગલા ટાઉનમાં બન્યો. એક ભાઈએ શૂઝ ઘરની બહારના ઓટલા પર કાઢેલાં. બીજા દિવસે સવારે તેમણે બહાર આવીને જોયું તો એમાં એક સાપ ગૂંચળું વાળીને સૂતો હતો.

આ પણ વાંચોઃ આ ભાઈએ કેમ સીટ વિનાની સાઇકલ પર ૨૧.૫ કિલોમીટરનું સાઇક્લિંગ કર્યું?

પેલા ભાઈએ તરત જ આ ઘટનાની તસવીર લીધી અને સર્પમિત્રને બોલાવ્યા. જ્યારે સાપ નીકYયો ત્યારે એ પાંચ ફુટ લાંબો હતો. સર્પમિત્રોએ એને દૂર જંગલમાં છોડી દીધો હતો.

national news offbeat news hatke news