વિદ્યાર્થીએ રજા માટે આપ્યું પોતાના મૃત્યુનું કારણ, આચાર્યએ આપી મંજૂરી

01 September, 2019 04:04 PM IST  |  ઉત્તર પ્રદેશ

વિદ્યાર્થીએ રજા માટે આપ્યું પોતાના મૃત્યુનું કારણ, આચાર્યએ આપી મંજૂરી

પ્રતીકાત્મક તસવીર

બાળપણમાં મોટા ભાગના બાળકો સ્કૂલ ન જવાનું બહાનુ શોધતા હોય છે. જેથી આખા દિવસની રજા મળે અને પોતે મજા મસ્તી કરી શકે. જો કે કાનપુરના એક બાળકે પોતાની રજા માટે જે બહાનું આપ્યું, તે જાણીને તમે ખડખડાટ હસી પડશો. આ બાળકે સ્કૂલમાંથી રજા લેવા માટે પોતાના જ મૃત્યુનું કારણ આપ્યું. એટલું જ નહીં તેના પ્રિન્સિપલે પણ આ અરજી વાંચ્યા વિના જ રજા આપી દીધી. હવે સોશિયલ મીડિયા પર બાળકની આ રજા ચિટ્ઠી વાઈરલ થઈ છે.

ઘટના ઉત્તરપ્રદેશના કાનપુરની છે. જ્યાં એક ખાનગી શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રજા જોઈતી હતી. આ માટે તેણે પ્રિન્સિપલને અરજી કરી. આ એપ્લીકેશનમાં વિદ્યાર્થીએ લખ્યું,'મહોદય, સવિનય નિવેદન છે કે મારુ આજે 20 ઓગસ્ટ 2019ના રોજ 10 વાગે દેહાંત થયું છે. મહોદયને વિનંતી છે કે પાર્થીને અડધા દિવસની રજા આપવાની કૃપા કરો. તમારી દયાથી.'

બાદમાં સ્કૂપના પ્રિન્સિપલે આ અરજી પર લાલ પેનથી સહી કરીને તેની રજા મંજૂર પણ કરી છે. હવે આ રજાચિટ્ઠી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે, જેના પર લોકો જાતભાતની ફની કમેન્ટ કરી રહ્યા છે.

જો કે આ એપ્લિકેશન સોશિયલ મીડિયામાં લીક થયા બાદ સ્કૂલે સ્પષ્ટતા કરી છે. સ્કૂલનું કહેવું છે કે આ ઘટના ભૂલથી ગઈ છે. બાળકની દાદીનું મૃત્યુ થયું હતું અને તેમના અંતિમ સંસ્કારમાં બાળકને જવાનું હતું, પરંતુ ભૂલથી દાીદની જગ્યાએ તેણે પોતાનું જ નામ લીખી દીધું.

આ પણ વાંચોઃ પિતાએ પુત્રને ભૂલથી ગિફ્ટમાં આપી દીધા 2600 કરોડના બે પ્લેન !!!

આ રજા ચિઠ્ઠી સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ લોકો આ મામલે સવાલ પણ ઉઠાવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે સ્કૂલના કોઈ કર્મચારીએ જ આ ચિટ્ઠી જાણી જોઈને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી છે.

uttar pradesh kanpur offbeat news hatke news national news