11 September, 2025 12:58 PM IST | Kanpur | Gujarati Mid-day Correspondent
એક પત્નીએ પોતાના ભાણેજ સાથેના આડા સંબંધો છુપાવવા માટે પોતાના જ પતિની હત્યા કરી હતી
કાનપુરમાં પ્રેમ અને વિશ્વાસઘાતની એક ખોફનાક ઘટના સામે આવી છે. એક પત્નીએ પોતાના ભાણેજ સાથેના આડા સંબંધો છુપાવવા માટે પોતાના જ પતિની હત્યા કરી હતી. એ પછી તેણે શબ બગીચામાં દફનાવી દીધું અને એમાં ૧૨ કિલો મીઠું નાખી દીધું જેથી લાશ ઝડપથી ગળી જાય. આ ઘટના પછી તેનો દીકરો જ્યારે પણ પૂછતો કે પપ્પા ક્યાં છે તો તેને જવાબ મળતો કે પપ્પા ગુજરાત ગયા છે. જોકે મહિલાની સાસુ પોતાના દીકરાની શોધ માટે પોલીસની પાછળ પડેલી રહી જેને કારણે આખરે ૩૧૧ દિવસ પછી આ કેસનો પર્દાફાશ થયો. પોલીસે બચીચામાં ખોદકામ કરીને ગળી ગયેલું શબ બહાર કાઢ્યું હતું.