જૅપનીઝ કૅફેમાં લોકો ફિશ-ટૅન્કની વચ્ચે બનેલું આ ટૉઇલેટ જોવા માટે આવે છે

19 April, 2019 09:11 AM IST  |  જાપાન

જૅપનીઝ કૅફેમાં લોકો ફિશ-ટૅન્કની વચ્ચે બનેલું આ ટૉઇલેટ જોવા માટે આવે છે

જપાનના અકાશી ટાઉનમાં આવેલું હિપોપો પાપા કૅફે એની કૉફી કે ફૂડ કરતાં ટૉઇલેટ માટે વધુ ફેમસ છે. આ કૅફેનું ટૉઇલેટ છે પણ ખાસ. એની ત્રણેય બાજુની દીવાલ પર ફિશ-ટૅન્ક છે. અહીં તમારું બ્લૅડર હળવું થઈ રહ્યું હોય ત્યારે ત્રણેય બાજુ રંગબેરંગી માછલીઓ ફરતી જોઈ શકાય છે. કૅફેમાં ખાણીપીણી માટે આવનારા લોકો એક વાર તો અચૂક આ ટૉઇલેટમાં જાય જ છે અને એને કારણે ઑર્ડર લેતા કાઉન્ટર કરતાં વધુ લાંબી લાઇન ટૉઇલેટ માટે હોય છે. કેટલાક કસ્ટમર્સ તો નૉર્મલ કરતાં ત્રણ-ચાર ગણો સમય અંદર બેસી રહે છે ત્યારે સ્ટાફે દરવાજો ખખડાવીને તેમને બહાર કાઢવા પડે છે.

આ પણ  વાંચોઃ ગેમ રમતાં-રમતાં સ્ટ્રોક આવવાથી લકવા લાગ્યો 50 કલાકે ખબર પડી

offbeat news hatke news news