શ્વાન માટે શુગર-ફ્રી કુલ્ફી બનાવે છે જયપુરના કુલ્ફીવાળા કાકા

10 September, 2026 05:11 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

જયપુરના એક કુલ્ફીવાળા કાકા શ્વાનો માટે ખાસ શુગર-ફ્રી કુલ્ફી બનાવે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તેમની આ અનોખી પહેલ અને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ લોકોનું દિલ જીતી રહ્યો છે.

શ્વાનો માટે શુગર-ફ્રી કુલ્ફી

પિન્ક સિટી જયપુરના એક કુલ્ફી-વિક્રેતા કાકા હાલ સોશ્યલ મીડિયા પર પોતાની અનોખી અને શ્વાન પ્રત્યેની લાગણીસભર વિચારધારાને કારણે લોકોનાં દિલ જીતી રહ્યા છે. આ કાકા ખાસ પોતાના ચોપગા ગ્રાહકો એટલે કે શ્વાનો માટે ખાસ પ્રકારની શુગર-ફ્રી કુલ્ફી બનાવે છે. 
ઇન્સ્ટાગ્રામ પર વિક્રમ મિત્તલ નામના માણસે આ કુલ્ફીવાળા કાકા અને પોતાની તારા નામની ક્યુટ ડૉગી સાથેનો એક વિડિયો શૅર કર્યો છે. વિડિયોમાં યુઝરે કાકાને પૂછ્યું કે કૂતરાઓ માટેની કુલ્ફીમાં એવું તે શું અલગ હોય છે? ત્યારે કાકાએ ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો, ‘ભાઈ, એમાં ખાંડ નથી હોતી. બાકી દૂધ, મલાઈ અને અન્ય મસાલા અસલી કુલ્ફી જેવા અને જેટલા જ હોય છે.’ કુલ્ફીવાળા કાકાએ એમ પણ જણાવ્યું કે ઘણા પેટ-લવર્સ ખાસ તેમના કૂતરાઓ માટે આ કુલ્ફી ખરીદવા માટે આવે છે. વિક્રમ મિત્તલે પણ પોતાની ડૉગી તારા માટે આ કુલ્ફી લીધી, જે તારાએ ચટપટ સેકન્ડોમાં જ આરોગી લીધી હતી.શ્વાનોને પણ સફેદ ખાંડ માનવજાત જેટલી જ નુકસાનકારક છે અને શ્વાનોના મીઠાઈ પ્રત્યેના લગાવની સાથે-સાથે એમની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને આ ખાસ કુલ્ફી બનાવવામાં આવી છે.

jaipur rajasthan viral videos social media instagram twitter youtube offbeat news hatke news