ફૂડ વેસ્ટ ઘટાડવા માટે ઑગ્મેન્ટેડ રિયલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો

15 May, 2023 02:13 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ નેશન્સના જણાવ્યા પ્રમાણે કુલ ૧૭ ટકા ખોરાક બગડી જાય છે.

ફૂડ વેસ્ટ ઘટાડવા માટે ઑગ્મેન્ટેડ રિયલિટીનો ઉપયોગ કરવામાં આવ્યો

ખાદ્ય વસ્તુઓનો બગાડ એ બહુ મોટી સમસ્યા છે. ખરાબ થઈ ગયેલા ખોરાકનું શું કરવું એની કોઈને ખબર નથી પડતી. તાજેતરમાં પોર્ટો રિકો નામની સુપરમાર્કેટ ચેઇન દ્વારા ખરાબ થઈ ગયેલી રોજિંદી વસ્તુઓનો કયો વૈકલ્પિક ઉપયોગ કરવો એ જણાવવા માટે ઑગમેન્ટેડ રિયલિટી (એઆર) ફિલ્ટર લૉન્ચ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ અને સ્નૅપચૅટમાં જાતજાતનાં ફિલ્ટર આપણે જોઈએ છીએ, જેમાં તમારી પાળેલી બિલાડીને ડિઝની જેવી બનાવી શકાય છે, પરંતુ ફૂડ ચેઇને હવે લોકોને ઉપયોગી થાય એવી માહિતી આપવાનું નક્કી કર્યું છે. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા પ્રમાણે કુલ ૧૭ ટકા ખોરાક બગડી જાય છે. ફૂડ ચેઇન દ્વારા આવા એક્સપાયરી ડેટ ફૂડનો વૈકલ્પિક ઉપયોગ બતાવાય છે. જો ફ્રિજમાંથી વાસ આવતી હોય તો એને શોષી લેવા માટે ઓટનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, બ્લૅક શુગરનો ઉપયોગ સ્ક્રબ તરીકે, બારણામાંથી આવતા અવાજ માટે ઑલિવ ઑઇલ અને કપડા પર પડેલા શાહીના ડાઘ દૂર કરવા માટે દૂધનો ઉપયોગ કઈ રીતે કરવા જેવી ઘણી વાતો જણાવવામાં આવે છે. આ ઉપરાંત જો સેલફોન ભીનો થઈ ગયો હોય તો ચોખાનો ઉપયોગ કરવા જેવી સલાહ પણ આપવામાં આવે છે.

offbeat news international news instagram washington