લો બોલો ! આ યુવાને એક સાથે બંને ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન !!

27 August, 2019 05:03 PM IST  |  ઈન્ડોનેશિયા

લો બોલો ! આ યુવાને એક સાથે બંને ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન !!

આ ભાઈને ખુશનસીબ કહેવો કે....

કેટલાક લોકો એવા હોય છે, જેમને લગ્ન કરવા માટે છોકરી મળતી નથી. છોકરામાં કંઈ ખરાબી ન હોય, તેમ છતાંય કેટલીકવાર ન તો ગર્લફ્રેન્ડ મળે તો ન તો લગ્નલાયક છોકરી. આવા યુવાનોને ઈર્ષ્યા આવે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક યુવાને એક સાથે બંને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા. બંનેમાંથી એક પણ ગર્લફ્રેન્ડને દુઃખ ન પહોંચે એટલા માટે ઈન્ડોનેશિયાના યુવાને બંને સાથે લગ્ન કરી લીધા.

વાઈસ ઈન્ડોનેશિયાના રિપોર્ટ પ્રમાણે આ યુવાને એક જ સમયે પોતાની બંને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાીરલ થયો છે. જેમાં ઈન્ડોનેશિયાનો યુવાન બે યુવતીઓ સાથે લગ્ન કરતો દેખાઈ રહ્યો છે. આ લગ્ન સમારોહ 17 ઓગસ્ટે ઈન્ડોનેશિયાના કાલિમંટનમાં યોજાયો હતો.

આ વીડિયોમાં દેખાય છે કે આ યુવાન પહેલા તો આ યુવાન કોને હા પાડવી તે મામલે અચકાય છે, પરંતુ ફાઈનલી બીજી વખતે બંનેને હા પાડી દે છે. લોકલ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બંને મહિલાઓને પણ એક જ યુવાન સાથે લગ્ન કરી સાથે રેહવામાં કોઈ વાંધો નથી. આ યુવાને લોકલ રિપોર્ટર્સ સાથે વાતચીતમાં કહ્યું કે તે બંનેમાંથી એક પણ યુવતીને દુઃખી કરવા નથી ઈચ્છતો એટલે તેણે આવો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ દુકાનની અંદર ચોરી કરતો હતો ચોર, બહાર ઉભેલી એની ગાડી થઈ ગઈ ચોરી !!

વાઈસ મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ યુવાને બંને ગર્લ ફ્રેન્ડના પરિવારને દહેજમાં મોટી રકમ પમ ચૂકવી છે. ઈન્ડોનેશિયામાં દહેજ પ્રથા સામાન્ય છે. અહીંના લોકો દહેજને પોતાની દિકરીનું ધ્યાન રાખવા માટેની સુરક્ષા તરીકે માને છે. આશ્ચર્યજનક વાત એ છે કે બે મહિલાઓ સાથે લગ્ન કરવા એ ઈન્ડોનેશિયામાં ગુનો નથી ગણાતો. ઈન્ડોનેશિયામાં નવા નિયમ પ્રમાણે એક પુરુષ ચાર મહિલાઓ સાથે લગ્ન કર શકે છે, જો કે આ માટે તે ચારેયની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે અને તેમનું ધ્યાન રાખવા માટે સક્ષમ હોવો જરૂરી છે.

indonesia hatke news offbeat news