Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુકાનની અંદર ચોરી કરતો હતો ચોર, બહાર ઉભેલી એની ગાડી થઈ ગઈ ચોરી !!

દુકાનની અંદર ચોરી કરતો હતો ચોર, બહાર ઉભેલી એની ગાડી થઈ ગઈ ચોરી !!

28 August, 2019 08:58 AM IST | વોશિંગ્ટન

દુકાનની અંદર ચોરી કરતો હતો ચોર, બહાર ઉભેલી એની ગાડી થઈ ગઈ ચોરી !!

દુકાનની અંદર ચોરી કરતો હતો ચોર, બહાર ઉભેલી એની ગાડી થઈ ગઈ ચોરી !!


તમે આ ડાઈલોગ તો સાંભળ્યો જ હશે. કે ચોર કે ઘર ચોરી... આવી જ કંઈક ઘટના વોશિંગ્ટનમાં બની છે. જેવુ કરશો એવું ભરશો એ કહેવત વોશિંગ્ટનના ચોર મામલે સાચી પડી છે. એક વ્યક્તિ રોડ પર રહેલી દુકાનમાંથી ચોરી કરી રહ્યો હતો, ત્યારે જ કોઈ તેની ટ્રક ચોરી કરી ગયું. વોશિંગ્ટનના કેનેવિક પોલીસ ડિપાર્ટમેન્ટે ફેસબુક પોસ્ટમાં આ ઘટનાની માહિતી આપી છે.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો કારના માલિક વિલિયમ કેલેએ ખુલાસો કર્યો કે કોઈ કાર ચાલકે તેમની પિક અપ ગાડી ચોરી લીધી હતી. અને ટ્રકની ચાવી પણ એમની એમ જ રાખીને ગયો હતો. જો કે પોલીસે જ્યારે CCTV ચકાસ્યા તો ઘટનાની બીજી જ બાજુ સામે આવી. પોલીસે સીસીટીવી જોયા તો ખુલાસો થયો કે કેલી રોડ પર બનેલી દુકાનમાં ચોરી કરવા માટે આવ્યો હતો.




વોશિંગ્ટન પોલીસે ફેસબુક પર પોસ્ટ શૅર કરતા કહ્યું,'અમે ઘટનાનો વીડિયો જોઈ રહ્યા હતા, ત્યારે જ નવી વાત સામે આવી. કેલી આ ઘટનાસ્થલે રોડ પર બનેલી દુકાનમાં ચોરી કરવા પહોંચ્યો હતો.'

ફૂટેજમાં દેખાય છે કે કાર ચોરનાર વ્યક્તિએ ટ્રકની પાછળ પોતાની બાઈક ઉભી રાખી અને પછી ટ્રક લઈને ફરાર થઈ ગયો. વીડિયોમાં કેલી તેની પાછળ ભાગતો દેખાઈ રહ્યો છે. જો કે પોલીસને હજી કેલીની ટ્રક મળી નથી. પોલીસની આ ફેસબુક પોસ્ટ પર લોકો રસપ્રદ કમેન્ટ્સ કરી રહ્યા છે.


આ પણ વાંચોઃ રાજસ્થાનનો એક પરિવાર, માટીને 'સોનું' બનાવીને વેચે છે

એક યુઝરે લખ્યું,'શું ચોર એક બીજાને માન નથી આપતા ?' બીજાએ લખ્યું,'મેં પહેલા ક્યારેય આટલી ઝડપથી કર્મનું ફળ મળતા નથી જોયું.' હાલ પોલીસે કેલીને ચોરીના આરોપમાં બેન્ટન કાઉન્ટી જેલમાં રાખ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2019 08:58 AM IST | વોશિંગ્ટન

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK