ટ્રેનના કોચને દુલ્હનની જેમ સજાવ્યો એટલે આખો કોચ બની ગયો ભગવાન શ્રીકૃષ્ણનો દરબાર

21 April, 2025 06:59 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

આ દરબારની સજાવટ અને ભવ્યતા ખરેખર અનોખી છે. આ ઘટના ભલે તાજેતરની નથી, પરંતુ હમણાં વાઇરલ થઈ છે. માર્ચ મહિનામાં જ્યારે ફાલ્ગુન મેળો ભરાયો હતો

ભારતીય રેલવેના એક કોચને દુલ્હનની જેમ સજાવાયો છે

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં ભારતીય રેલવેના એક કોચને દુલ્હનની જેમ સજાવાયો છે. ચાલવાના પૅસેજને ફૂલોની લડીઓથી સજાવાયો છે અને કોચના એક કમ્પાર્ટમેન્ટની અંદર ભવ્ય મંદિર બનાવ્યું છે અને જાણે શ્રીકૃષ્ણનો દરબાર ભરાયો હોય એવું લાગે છે. આ‌ વિડિયો abhishesh01001 અકાઉન્ટ પરથી શૅર થયો છે અને સાથે લખ્યું છે, ‘સેંથિયાથી જયપુર જતો શ્યામબાબાનો ટ્રેન દરબાર.’

આ દરબારની સજાવટ અને ભવ્યતા ખરેખર અનોખી છે. આ ઘટના ભલે તાજેતરની નથી, પરંતુ હમણાં વાઇરલ થઈ છે. માર્ચ મહિનામાં જ્યારે ફાલ્ગુન મેળો ભરાયો હતો અને ખાટૂ શ્યામજીના દરબારમાં લાખો દર્શનાથીઓ રાજસ્થાન ભણી યાત્રા કરી રહ્યા હતા ત્યારે પશ્ચિમ બંગાળના સેંથિયાથી રાજસ્થાનના જયપુર આવતી ટ્રેનમાં આ માહોલ સર્જાયો હતો. ફૂલો અને લાઇટિંગની સજાવટની સાથે લોકો કૃષ્ણનું કીર્તન કરતા પણ જોવા મળ્યા હતા. દુલ્હનની જેમ સજાવેલો આ કોચ જોઈને કૃષ્ણભક્તો ખુશ થઈ ગયા છે.

જો આખો કોચ બુક કરાવ્યો હોય અને તમે એને સજાવવા માગતા હો તો ભારતીય રેલવે પાસેથી પહેલેથી પરવાનગી લેવી જરૂરી છે. એ માટેનું બુકિંગ અને પરમિશન ઍડ્વાન્સમાં કરાવવાં પડે છે.

jaipur indian railways central railway religion culture news social media viral videos national news news offbeat news