લિમ્બો સ્કેટિંગ દ્વારા ચિત્તા જેવી સ્પીડ : ૭.૪૬ સેકન્ડમાં ૫૦ મીટરનું અંતર કાપ્યાનો રેકૉર્ડ

23 March, 2026 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કેટિંગની દુનિયામાં અનેક એક્સાઇટિંગ રેકૉર્ડ્‌સ બને છે

સૃ‌ષ્ટિ શર્મા

સ્કેટિંગની દુનિયામાં અનેક એક્સાઇટિંગ રેકૉર્ડ્‌સ બને છે. એમાં ભારતની સૃ‌ષ્ટિ શર્માએ ચિત્તા જેવી ઝડપે લિમ્બો સ્કેટિંગ કરવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે. સૃષ્ટિએ પચાસ મીટર સુધી થોડા-થોડા સમય પર ગોઠવેલા પોલની નીચેથી સૂઈને સ્કેટિંગ દ્વારા પસાર થવાનું કરતબ દેખાડ્યું હતું અને એ પણ ૭.૪૬ સેકન્ડમાં પૂરું કરી નાખ્યું હતું. પોલની નીચે જમીનને સમાંતર સૂઈને બે પગ ૧૮૦ ડિગ્રીએ પહોળા કરીને સૌથી ઝડપી લિમ્બો સ્કેટનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સૃષ્ટિએ પોતાના નામે કર્યો છે.

national news india sports guinness book of world records offbeat news