૨૪ વર્ષમાં ૨૦ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વૃક્ષો ગુમાવ્યાં ભારતે

16 April, 2024 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિપોર્ટ અનુસાર ૨૦૦૨થી ૨૦૨૩ સુધીમાં ભારતના ટ્રી-કવરમાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે

પ્રતીકાત્મક તસવીર

ભારતે છેલ્લાં ૨૪ વર્ષમાં ૨૩ લાખ હેક્ટર વિસ્તારમાંથી વૃક્ષો ગુમાવ્યાં હોવાનું ગ્લોબલ ફૉરેસ્ટ વૉચના રિપોર્ટમાં સામે આવ્યું છે. આ એજન્સી સૅટેલાઇટ ડેટાના આધારે ફૉરેસ્ટ-કવરનું મૉનિટરિંગ કરે છે. રિપોર્ટ અનુસાર ૨૦૦૨થી ૨૦૨૩ સુધીમાં ભારતના ટ્રી-કવરમાં ૧૮ ટકાનો ઘટાડો થયો છે જેને કારણે આ સમયગાળા દરમ્યાન પાંચ કરોડ ટન કાર્બનડાયૉક્સાઇડ વાતાવરણમાં ઠલવાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જંગલવિસ્તાર ઘટવાથી જ વૃક્ષો ઓછાં નથી થઈ રહ્યાં; માનવપ્રવૃત્તિ, નવાં બાંધકામો, કુદરતી આફતો જેવાં કારણોને લીધે પણ વૃક્ષોની સંખ્યા ઘટી રહી છે.

offbeat videos offbeat news social media wildlife