હવે મળી રહી છે મોદી ઇડલી, દસ રૂપિયામાં ચાર, જાણો વધુ

02 September, 2020 10:20 AM IST  |  Tamilnadu | Gujarati Mid-day Online Correspondent

હવે મળી રહી છે મોદી ઇડલી, દસ રૂપિયામાં ચાર, જાણો વધુ

દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી ઇડલી ખાનારા અને પીએમ મોદીના ચાહકો માટે મજાના સમાચાર છે કહે હવે તેઓ મોદી ઇડલી માણી શકશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે તમિલનાડુના સલેમમાં લોકોને 'મોદી ઇડલી' વેચવાની તૈયારી ચાલી રહી છે. કોરોના રોગચાળાના  કપરા સમયમાં 'મોદી ઇડલી' એકદમ સસ્તી વાનગી બની રહેશે.લોકો માત્ર 10 રૂપિયામાં ચાર ઇડલીઓ ખાઇ શકશે. હાલમાં તમિલનાડુના સાલેમમાં તે વેચાય તેની તજવીજ થઇ રહી છે.

પીટીઆઈના રિપોર્ટ મુજબ, 'મોદી ઇડલી' નામની ડિશ લાવવાની તૈયારી ભાજપ પબ્લિસિટી સેલના પ્રદેશ ઉપપ્રમુખ મહેશ દ્વારા કરવામાં આવી છે. આ માટે પ્રચાર માટે શહેરના જુદા જુદા ભાગોમાં 'મોદી ઈડલી' ના પોસ્ટરો લગાડાયા છે. પોસ્ટરોમાં ડાબી બાજુ પીએમ નરેન્દ્ર મોદી અને જમણી બાજુ મહેશના ચિત્રો છે. વળી, 10 રૂપિયામાં ચાર ઇડલીઓની વાત પણ વચ્ચે લખાઈ છે.

આ સિવાય પોસ્ટરમાં લખ્યું છે કે મહેશ મોદી ઇડલીને પ્રસ્તુત કરી રહ્યા છે. 10 રૂપિયામાં 4 ઇડલી સાથે સાંભાર પણ મળશે. મોડલ કિચનમાં બનનારી આ ઇડલી સ્વાદિષ્ટ હશે.  ભાજપ તામિલનાડુના મીડિયા સચિવ આર બાલાસુબ્રમણ્યમે કહ્યું કે શરૂઆતમાં ઇડલી વેચવા માટે 22 દુકાનો ખોલવાની યોજના છે. તેની સફળતાના આધારે આઉટલેટ્સની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે.

કોરોના કાળમાં સસ્તામાં વેચાઇ ઇડલી

આ વર્ષે તમિળનાડુમાં ઘણા સ્થળોએ ઓછા ભાવે ઇડલી વેચવાની ઓફર કરવામાં આવી છે. મે મહિનામાં, ત્રિચીના એક 48 વર્ષીય વ્યક્તિએ વેંકટચલપુરમ ગામમાં રહેતા લોકોને સસ્તો ખોરાક આપવા માટે લોકલ લોકોને એક રૂપિયામાં ઇડલી વેચી હતી એમ. પલાનીસ્વામીએ સ્વીકાર્યું કે તે કમલાથલથલ નામની એંશી વર્ષિય મહિલાથી પ્રેરિત થઇ આ કરી રહ્યા હતા.

કોણ છે કમલાથલ?

કમલાથલ તામિલનાડુની એક 80 વર્ષીય મહિલા છે જે બે દાયકાથી વધુ સમયથી ઇડલી વેચી રહી છે. તે કહે છે કે તેણે આટલા ભાવે ભોજન વેચીને સુખ મેળવ્યું છે અને સંતોષ મેળવ્યો છે. લૉકડાઉન દરમિયાન વેચાણમાં થયેલા નુકસાન અને ઘટાડા છતાં, તેણે પોતાની ઇડલીના ભાવમાં વધારો કરવાની ના પાડી હતી. એકલી રહેતા કમલાથલને પોતે જીવે ત્યાં સુધી સસ્તા દરે ઇડલી વેચી લોકોનાં પેટ ભરવા છે.

narendra modi tamil nadu offbeat news