સેલ માટે મહિલાઓ તૂટી પડતાં કોઈકના હાથ-પગ ભાંગ્યા તો કોઈકનું પર્સ ખોવાયુ

18 February, 2019 08:14 AM IST  |  હૈદરાબાદ

સેલ માટે મહિલાઓ તૂટી પડતાં કોઈકના હાથ-પગ ભાંગ્યા તો કોઈકનું પર્સ ખોવાયુ

સેલ મોંઘો પડ્યો

સેલનું નામ સાંભળીને સ્ત્રીઓ જબરી ઉત્સાહમાં આવી જતી હોય છે. એમાંય જો સેલમાં સબસે સસ્તાની લાલચ હોય તો-તો પૂછવું જ શું? હૈદરાબાદના સિદ્દિપટ વિસ્તારમાં આવેલા CMR મૉલમાં એક સાડીની શૉપમાં મહાસેલની જાહેરાત થઈ. એમાં માત્ર દસ રૂપિયામાં સાડી મળશે એવી અનાઉન્સમેન્ટ હતી. શહેરમાં વાયુવેગે આ સેલની જાહેરાત થઈ ગઈ અને મૉલમાં એટલો ધસારો અને ધક્કામુક્કી થયાં કે કેટલીયે મહિલાઓ ઘાયલ થઈ. એક મહિલાની પાંચ તોલાની સોનાની ચેઇન ખોવાઈ ગઈ. એક મહિલાએ ૬૦૦૦ રૂપિયા કૅશ અને ડૅબિટ કાર્ડ ભરેલું પર્સ ગુમાવ્યું અને કોઈકના હાથ-પગમાં ઈજા થઈ. પોલીસે આવીને ભીડના કાબૂમાં લેવા માટે સેલ બંધ કરવું પડ્યું.

આ પણ વાંચોઃ પચીસ વર્ષની મહિલાએ એકસાથે સાત બાળકોને જન્મ આપ્યો

 

offbeat news hatke news