Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પચીસ વર્ષની મહિલાએ એકસાથે સાત બાળકોને જન્મ આપ્યો

પચીસ વર્ષની મહિલાએ એકસાથે સાત બાળકોને જન્મ આપ્યો

18 February, 2019 08:08 AM IST | ઈરાક

પચીસ વર્ષની મહિલાએ એકસાથે સાત બાળકોને જન્મ આપ્યો

એક સાથે 7 બાળકોનો જન્મ

એક સાથે 7 બાળકોનો જન્મ


ઇરાકના દિયાલી શહેરની એક હૉસ્પિટલમાં પચીસ વર્ષની એક મહિલાએ નૅચરલ ડિલિવરીથી એક પછી એક સાત બાળકોને જન્મ આપ્યો હતો. આ ઘટના મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ચમત્કારથી કમ નથી. મા બનનારી મહિલાનું નામ જાહેર નથી કરવામાં આવ્યું, પરંતુ મા અને બાળક એમ આઠેય જીવો સ્વસ્થ છે એવું લોકલ હેલ્થ ડિપાર્ટમેન્ટે બહાર પાડેલા સ્ટેટમેન્ટમાં કહેવાયું છે. આ મહિલાએ છ દીકરીઓ અને એક દીકરાને જન્મ આપ્યો છે. આ બાળકોના પિતા યુસુફ ફાદનું કહેવું છે કે તેમણે પરિવાર આટલો બહોળો કરવાનું પ્લાનિંગ નહોતું કર્યું, પણ કુદરતી રીતે જ તેમને આટલાં સંતાનો મળ્યાં છે. તેના પરિવારમાં દસ જણ છે જે આ બાળકોની સંભાળ રાખશે. આ કપલને ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દ્વારા પ્રેગ્નન્સી રહી હતી. ટ્રીટમેન્ટની સફળતાનો રેશિયો ઊંચો રહે એ માટે મહિલાના ગર્ભમાં સાત ભ્રૂણ સ્થાપિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગાંજો ફૂંકવા બંધ હવેલીમાં ઘૂસ્યા, સામનો થયો જાડિયા-પાડિયા વાઘ સાથે



જોકે સાતેય ગર્ભ સ્થાપિત થઈ ગયા પછી ડૉક્ટરો દ્વારા તેમને સિલેક્ટિવ રિડક્શન દ્વારા બાળકોની સંખ્યા ઓછી કરવાનું કહેવામાં આવ્યું હતું, પણ તેઓ એ માટે તૈયાર નહોતા થયા. એક જ પ્રસૂતિમાં સાત બાળકો જન્મે એને સેપ્ટપ્લેટ પ્રેગ્નન્સી કહે છે.


આ પહેલાં ૨૦૧૩માં લેબૅનનની સેન્ટ જ્યૉર્જ યુનિવર્સિટી હૉસ્પિટલમાં ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનો જન્મ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 08:08 AM IST | ઈરાક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK