23 August, 2026 04:40 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
પંખીઓ નહીં, મચ્છરોનું ધાડું તૂટી પડ્યું હૈદરાબાદમાં
હૈદરાબાદના લંગર હાઉસ વિસ્તારમાં ઢળતી સાંજે અચાનક આસમાનમાં લાખોની સંખ્યામાં મચ્છરોનું ઝુંડ ફરતું હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ મચ્છરો હવામાં દેખાતા હતા, પરંતુ એ વિસ્તારમાં પણ અચાનક મચ્છરોનો ત્રાસ વર્તાવા લાગ્યો હતો. મચ્છરોના ઝુંડને કારણે ડેન્ગી અને મલેરિયા જેવા ચેપો ફેલાવાની ભારે દહેશત ફેલાઈ હતી. લોકોએ સ્થાનિક પ્રશાસનને એ વિસ્તારમાં મચ્છર નિયંત્રણ અભિયાન ચલાવવાની માગણી કરી છે.