પતિ અને સાસુ-સસરાએ વહુને ચાલતી કારે બહાર ફેંકી દીધી

12 June, 2019 08:40 AM IST  | 

પતિ અને સાસુ-સસરાએ વહુને ચાલતી કારે બહાર ફેંકી દીધી

ચાલતી ગાડીએ વહુને ફેકી બહાર

તામિલનાડુના કોઇમ્બતુરમાં બનેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થઈ રહ્યો છે. એમાં આરતી અરુણ નામની ૩૮ વર્ષની મહિલાને તેનો પતિ અને સાસુ-સસરા ચાલતી ગાડીમાંથી ધક્કો મારીને બહાર ફેંકી રહ્યાં છે. આરતીનું કહેવું છે કે એ લોકો તેને મારી નાખવા માગતાં હોવાથી આમ કર્યું હતું.

આરતીના પતિનું નામ અરુણ અમલરાજ છે જે એન્જિનિયર છે. ૨૦૦૮માં આરતી અને અરુણનાં લગ્ન થયાં હતાં. બન્ને વચ્ચે ખૂબ તાણ રહેતી હોવાથી ૨૦૧૪માં તેમણે છૂટાછેડા લેવાનું નક્કી કરેલું અને આરતી બે બાળકોને લઈને પોતાના પિયર મુંબઈ આવી ગઈ હતી. ડોમેસ્ટિક વાયલન્સના કેસમાં ફસાયેલા અરુણે સુલેહ કરી લેવાની તૈયારી દાખવતાં આરતી માની ગઈ અને તેમના સંબંધને એક મોકો આપવા માટે પાછી સાસરે આવી હતી.

આ પણ વાંચો: ફૂટબોલ ખેલાડીએ live રિપોર્ટિંગમાં રિપોર્ટરને કરી કિસ, જુઓ વીડિયો

જોકે મે મહિનામાં બાળકો સાથે ઊટી ફરવા જવાની ટ્રિપનું આયોજન થયું જે આરતી માટે ખતરનાક સાબિત થયું. ત્યાં ફરી ઝઘડો થયો અને વાત ઊટી પોલીસ-સ્ટેશન સુધી પહોંચી ગઈ. અલબત્ત, ત્યાં પતિએ લેખિત માફી આપી અને ફરી આરતી સાસરે પહોંચી ગઈ. ત્યાર બાદ નવમી મેએ કોઇમ્બતુરમાં અરુણ તેનાં મમ્મી-પપ્પાને લઈને કારમાં આવ્યો અને એ વખતે ફરી બબાલ થતાં પતિએ ચાલતી ગાડીએ તેને મુક્કો માર્યો અને ધક્કો મારીને કારમાંથી ફેંકી દઈને ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાંથી આ ઘટનાના પુરાવા એકઠા કર્યા છે, પરંતુ હવે પતિ અરુણ અને તેના પેરન્ટ્સ ત્રણેય ગાયબ છે.

 

offbeat news hatke news gujarati mid-day