મંગળ પર રહેવું છે ? તો ખાવા પડશે આ પ્રકારના કીડા

23 September, 2019 04:28 PM IST  |  મુંબઈ

મંગળ પર રહેવું છે ? તો ખાવા પડશે આ પ્રકારના કીડા

માણસ દિવસે દિવસે પ્રગતિ કરી રહ્યો છે. વિજ્ઞાનનો વ્યાપક ઉપયોગ કરીને હવે માણસ બીજા ગ્રહે પણ જીવનની શક્યતા શોધી રહ્યો છે. આ કડીમાં જ મંગળ ગ્રહ પર જીવનની શક્યતા શોધવા માટે કામ ચાલી રહ્યું છે. આવામાં જો શ્વાસ લેવા માટે ઓક્સિજન અને ભોજન મળી જાય તો જીવન સહેલું બની જાય છે. વૈજ્ઞાનિકો દિવસ રાત એ જ શોધી રહ્યા છે કે કોઈ પ્રકારનું ભોજન મંગળની ધરતી પર શોધી શકાય. આ જ ભોજનની સોધમાં ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું છે.

અંદાજ પ્રમાણે મંગળ ગ્રહ પર સૌર ઉર્જા, બરફ અને કાર્બન ડાયોક્સાઈડ મોજૂદ છે. જો અહીં ત્રણ ચીજો છે, તો પાણી અને ઓક્સિજન સહેલાઈથી બનાવી શકાય છે. ભલે ઓક્સિજન અને પાણી બની જાય પરંતુ ભોજનના સ્રોત તૈયાર કરવા માટે સમય લાગશે. ભોજનનો સ્રોત શોધવા માટે ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કહ્યું કે મંગળ પર ભોજન બનાવવાનો સૌથી સારો સ્રોત કીડા હોઈ શકે છે. લોટમાં પેદા થતા છ પગ વાળા કીડાને તમે ભોજન તરીકે વાપરી શકો છો.

ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સ્પેસએક્સના એલન મસ્કના દસ્તાવેજોના આધાર પર એક યોજના તૈયાર કરી છે, જેમાં 10 લાખ લોકોની વસ્તી મંગળ પર વસાવી શકાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કીડા ઉપરાંત લેબમાં બનેલું મીટ અને ડેરી પ્રોડક્ટ્સ પણ ભોજન માટે ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે.

સ્પેસએક્સ જેવી પૈસાદાર અને ખાનગી સ્પેસ કંપની છેલ્લા કેટલાક વર્ષોથી મંગળ ગ્રહ પર માનવ વસ્તી વસાવવા પ્રયત્ન કરી રહી છે. 50થી 100 વર્ષની અંદર કંપનીઓ મંગળ પર એક આખો સમાજ વિક્સિત કરવા ઈચ્છે છે.

આ પણ વાંચોઃ સાપ સાથે કરતો હતો મસ્તી, સાપને આવ્યો ગુસ્સો અને... જુઓ વીડિયો

સૂર્યના પ્રકાશની પર્યાપ્ત વ્યવસ્થા ન હોવાને કારણે શાકભાજી ઉગાડવા થોડા મુશ્કેલ છે. પરંતુ વૈજ્ઞાનિકોનો દાવો છે કે મીટ અને ડેરી ઉત્પાદન લેબમાં સહેલાઈથી બનાવી શકાય છે. આ ઉપરાંત લાલ ગ્રહ પર એક કીટ ફાર્મ તૈયાર કરવામાં આવે તો તે ભોજનની જરૂરિયાત પૂરી કરી શકે છે. કારણ કે આ કીડા ખૂબ જ ઓછા પાણીમાં જીવતા રહે છે અને કેલરીનો સારો સ્રોત બની શકે છે.

news mars offbeat news hatke news