હોર્લિક્સ નથી હેલ્ધી ડ્રિન્ક, સરકારના નિર્દેશ બાદ કંપનીએ બદલી કૅટેગરી

26 April, 2024 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિન્દુસ્તાન યુનિલીવરના કહેવા અનુસાર આ કૅટેગરીની પ્રોડક્ટ પ્રોટીન અને ઘણાં પોષક તત્ત્વોની કમીને પૂરી કરી શકશે.

હોર્લિક્સ ડ્રિન્કની તસવીર

ભારત સરકારના આદેશને પગલે હોર્લિક્સ ડ્રિન્ક બનાવતી પેરન્ટ કંપની હિન્દુસ્તાન યુનિલીવરે એની કૅટેગરી બદલી દીધી છે અને હેલ્ધી ડ્રિન્કનું લેબલ હટાવી દીધું છે. આ કંપની બૂસ્ટ નામની પ્રોડક્ટ પણ બનાવે છે. હેલ્ધી ડ્રિન્ક કૅટેગરીને બદલે હવે હોર્લિક્સને ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિન્ક (FND) તરીકે ઓળખવામાં આવશે. હિન્દુસ્તાન યુનિલીવરના કહેવા અનુસાર આ કૅટેગરીની પ્રોડક્ટ પ્રોટીન અને ઘણાં પોષક તત્ત્વોની કમીને પૂરી કરી શકશે. આ કૅટેગરીને કોઈ પણ નૉન-આલ્કોહૉલિક ડ્રિન્કના રૂપમાં પણ પરિભાષિત કરી શકાશે. કેન્દ્રની કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ ઘણા ડ્રિન્ક પદાર્થો બનાવતી કંપનીઓને એમના E-કૉમર્સ પ્લૅટફૉર્મ પર હેલ્ધી ડ્રિન્ક કૅટેગરી હટાવવાનો આદેશ આપ્યો હતો. ફૂડફાર્મર નામના એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બોર્નવિટા નામના ડ્રિન્કમાં વધારે શુગર હોવા પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને એને પગલે નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સે આ મુદ્દે ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એનાં પરિણામો બાદ વિવિધ કંપનીઓને એમની પ્રોડક્ટ્સની કૅટેગરીમાં બદલાવ કરવો પડ્યો હતો. 

offbeat videos offbeat news health tips