સાવચેતીની સૂચના છતાં સાહસ

25 September, 2021 04:30 PM IST  |  Midnapore | Gujarati Mid-day Correspondent

મિદનાપોર જિલ્લામાં રવિવારથી ખૂબ વરસાદ પડે છે

તસવીર : પી.ટી.આઇ.

પશ્ચિમ બંગાળમાં મિદનાપોર શહેરના પ્રખ્યાત દિઘા બીચ પર પ્રચંડ ભરતી આવવાની સાથે મુશળધાર વરસાદ પડવાની આગાહી શહેરની વેધશાળાએ આપી છે છતાં કેટલાક સ્થાનિક લોકોએ ગઈ કાલે આ બીચ પર જઈને ઘણી વાર સુધી ત્યાં બેસવાનું જોખમ ઉઠાવ્યું હતું. મિદનાપોર જિલ્લામાં રવિવારથી ખૂબ વરસાદ પડે છે છતાં પ્રવાસીઓ બીચ પર જતાં પોતાને રોકી નથી શકતા. 

offbeat news national news west bengal