બચેલા કાપડના માસ્ક બનાવે છે આ વ્યક્તિ,4 મહિનામાં મફત આપ્યા 6000 માસ્ક

08 October, 2020 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બચેલા કાપડના માસ્ક બનાવે છે આ વ્યક્તિ,4 મહિનામાં મફત આપ્યા 6000 માસ્ક

તસવીર સૌજન્ય એએનઆઇ

કોરોનાકાળ (Corona Crisis)માં લોકો રોજીરોટી માટે પણ મોહતાજ બન્યા છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન અનેક લોકોના કામકાજ ઠપ્પ થઈ ગયા છે. ઘણાં લોકોની નોકરી ગઈ, તો ઘણાં લોકો બેરોજગાર બની ઘરે બેઠા છે. એવામાં લોકોને પરિવારનો ખર્ચ ઉઠાવવા અને નાની નાની જરૂરિયાતોને પૂરી કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ગુજરાતની એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે મળીને લોકોની મદદ કરવાની નવી રીત શોધી લીધી છે. જ્યારથી કોરોનાવાયરસ ફેલાયું છે, ત્યારથી બધા માટે માસ્ક જરૂરી છે. પણ, કેટલાક લોકો તો એવા પણ છે, જે પૈસાની અછતને કારણે માસ્ક પણ ખરીદી શકતા નથી. એવામાં ગુજરાતના હનુમાનના આ માણસે લોકોને મફતમાં માસ્ક વહેંચવાનું કામ શરૂ કરી દીધું છે.

ગુજરાતમાં રહેતા હનુમાન નામના આ માણસે પોતાની પત્ની સાતે મળીને શહેરમાં સિલાઇની દુકાનમાંથી બચેલા કપડા એકઠાં કરે છે અને તેમાંથી માસ્ક બનાવે છે. આ માસ્ક તેમને આપવામાં આવે છે, જેમની પાસે માસ્ક ખરીદવાના પૈસા નથી. હનુમાન કહે છે કે, "હું શહેરમાં સિલાઇની દુકાનમાંથી બચેલા કપડાં એકઠાં કરું છું, અને તેનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવા માટે કરું છું અને આ એવા લોકોને આપું છું જે આ માસ્ક ખરીદી શકતા નથી." હનુમાને જણાવ્યું કે, છેલ્લા ચાર મહિનામાં તેણે પત્ની સાથે શહેરમાં લગભગ 6 હજાર ફેસ માસ્ક વહેંચ્યા છે.

gujarat offbeat news lockdown coronavirus covid19