પૂરથી પરેશાન વરરાજા પૅન્ટ કાઢીને પાણીમાં ચાલ્યો અને જાનૈયાઓ સાથે લગ્નસ્થળે પહોંચ્યો

04 August, 2021 10:33 AM IST  |  Farrukhabad | Gujarati Mid-day Correspondent

જાનૈયાઓએ પણ દુલ્હારાજાને અનુસરીને સમય સાચવી લીધો હતો

પૂરના પાણીમાં ચાલીને જતા વરરાજા અને જાનૈયાઓ

ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ એવી વિકટ છે કે તાજેતરમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે એક લગ્નના જાનૈયા અને ખુદ વરરાજાને પણ લાંબા અંતર સુધી ઘૂંટણ કે સાથળ સમાણાં પાણીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. સોમવારે બનેલી આ ઘટનામાં મઉ દરવાજા પોલીસ-સ્ટેશન ક્ષેત્રમાં આવતા કટરી ધર્મપુર પાસેના મજરા પંખિયન ગામના રહેવાસી યાસીન ખાનના દીકરા મુનીશનાં લગ્ન ઉન્નાવ જિલ્લાના શુક્લાગંજ ગામના રહેવાસી ગફ્ફુર ભાઈની દીકરી સાથે યોજાયાં હતાં. જાન ઉન્નાવ સુધી જવાની હતી, પરંતુ ભારે વરસાદ અને જળબંબાકારમાં કોઈ વાહન મળતું નહોતું. લાંબા અંતર સુધી પાણીમાં ચાલે તો જ લગ્નમાં સમયસર પહોંચી શકે એવા સંજોગો હતા. દુલ્હો સમયસૂચકતા વાપરીને પૅન્ટ કાઢીને પાણીમાંથી ચાલવા લાગ્યો. હાફ પૅન્ટ કે શર્ટ્સ પહેર્યું હોવાથી કપડાંને ઝાઝું નુકસાન થાય એમ નહોતું. જાનૈયાઓએ પણ દુલ્હારાજાને અનુસરીને સમય સાચવી લીધો હતો.

offbeat news national news uttar pradesh