આ કૂતરો તો એક્ટિંગ કરે છે !! જુઓ કેવી રીતે થઈ જાય છે બેભાન !!

10 September, 2019 12:55 PM IST  |  મુંબઈ ડેસ્ક

આ કૂતરો તો એક્ટિંગ કરે છે !! જુઓ કેવી રીતે થઈ જાય છે બેભાન !!

તસવીર સૌજન્ય ટ્વિટર વીડિયો

આપણે નાના બાળકોના નખ કાપીએ તો બાળકને સ્વાભાવિક રીતે ડર લાગે. બાળક રડવા લાગે અને નખ ન કપાવાના તમામ પ્રયત્ન કરે. પણ અમે તમારા માટે એક એવો વીડિયો લાવ્યા છીએ, જેમાં આવા નાટક એક કૂતરો કરે છે. જી હાં, આ કૂતરાને નખ કાપવાની એટલી બીક લાગે છે કે તે બચવા માટે નાટક કરવા લાગે છે.

આ શ્વાન એટલો નાટકિયો છે કે તેના માલિક તેના નખ કાપવા બેસે તો બેભાન થઈ જાય છે. અને જેવા તે નખ કાપતા અટકી જાય તો તરત જ બેઠો થઈ જાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે છોકરી નેલ કટરથી શ્વાનના નખ કાપે છે.

અહીં જુઓ વીડિયો

અને બેસ્ટ એક્ટરનો એવોર્ડ જાય છે.................. આ શ્વાનને, જેણે બેભાન થવાનો અભિનય કર્યો, જ્યારે છોકરી તેના નખ કાપવાનો પ્રયત્ન કરી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકાય છે કે છોકરી નેલકટરથી તેના નખ કાપે છે. તે પહેલા તો શ્વાને બેહોશ થવાની એક્ટિંગ કરવાનું શરૂ પણ કરી દીધું.

વીડિયો માં જોઈ શકાય છે કે શ્વાન છોકરીને ઇગ્નોર કરે છે. છોકરી નેલ કટર ઉપાડે છે અને તેના પગ ઉપાડવા લાગે છે. જેના પછી શ્વાન સ્લો મોશનમાં પડે છે. તે વખતે આંખો ખુલ્લી રાખે છે, અને પગ ઊભા કરી લે છે.

ત્રણ દિવસ પહેલા વીડિયોને Reddit પર અપલોડ કરવામાં આવ્યો. ટ્વિટર પણ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો. આ વીડિયોને 5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો : Priyanka Chopra:બાળપણમાં આટલી ક્યૂટ હતી આ એક્ટ્રેસ

લગભગ 6 મિલિયન જેટલા વ્યૂઝ મેળવનાર આ વીડિયો પર હજારો કોમેન્ટ્સ પણ થઈ છે. કેટલાય લોકોને શ્વાનની એક્ટિંગ જબરજસ્ત લાગે છે. તો કેટલાક લોકો તેને ઑસ્કર એવોર્ડ આપવાની અપીલ કરી રહ્યા છે.

offbeat news