કલેક્ટરે પાણીના વેડફાટ બદલ પોતાના કર્મચારીઓને અને પોતાને કર્યો દંડ

07 November, 2019 11:31 AM IST  |  Ghaziabad

કલેક્ટરે પાણીના વેડફાટ બદલ પોતાના કર્મચારીઓને અને પોતાને કર્યો દંડ

ગાઝિયાબાદના કલેક્ટર

ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદના ક્લેક્ટરે પાણીના વેડફાટને લઈને પોતાના કર્મચારીઓ અને પોતાના પર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ક્લેક્ટર ઑફિસમાં પાણીની ટાંકી ઊભરાઈ રહી હતી, એને કારણે તેમણે આ કાર્યવાહી કરી હતી. તેમના પર્સનલ અસિસ્ટન્ટ ગૌરવ સિંહે આ માહિતી આપી છે.
ગૌરવ સિંહે કહ્યું કે ક્લેક્ટર અજય શંકર પાંડેયે તમામ અધિકારીઓને અને કલેક્ટરેટના કર્મચારીઓને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં પાણીના વેડફાટને સાધારણ રીતે લેવામાં આવશે નહીં. જળ સંરક્ષણ દેશની મુખ્ય જરૂરિયાત છે. જ્યારે કલેક્ટર ઑફિસે પહોંચ્યા તો તેમણે ઓવરહેડ ટૅન્કમાંથી પાણી ઊભરાવાનો અવાજ સાંભળ્યો હતો.

આ પણ જુઓઃ બેકલેસ ગાઉનમાં કરીનાની આ તસવીરો મેલર્બનમાં મચાવી રહી છે ધૂમ

પાણીના વેડફાટને પાંડેયે કોઈ એક વ્યક્તિની ભૂલ ન માનીને સમગ્ર કાર્યાલયમાં બેસનાર લોકોના વેતનના પૈસા કાપવાનો નિર્દેશ આપ્યો. દંડ તરીકે ૩૦ અધિકારીઓ પાસેથી ૧૦૦-૧૦૦ રૂપિયા અને અને ૧૦૦ કર્મચારીઓ પાસેથી ૭૦-૭૦ રૂપિયાના હિસાબે કુલ ૧૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી એકત્રિત કરીને જળ સંરક્ષણ વિભાગમાં જમા કરાવી. અજય શંકર પાંડેય અનુશાસન માટે જાણીતા છે. તેઓ દરેક દિવસે પોતાની ઑફિસમાં પોતે જ કચરો વાળે છે.

ghaziabad offbeat news hatke news