૪૦૧ મીટર લાંબા ડાઇનિંગ ટેબલ પર ૨૦૦૦ લોકોએ લીધું જમણ, બન્યો રેકૉર્ડ

25 March, 2019 11:41 AM IST  | 

૪૦૧ મીટર લાંબા ડાઇનિંગ ટેબલ પર ૨૦૦૦ લોકોએ લીધું જમણ, બન્યો રેકૉર્ડ

આટલા તો આપણે ત્યાં લગ્નમાં જ નથી જમતા !

ફ્રાન્સના ફળો અને શાકભાજીના સૌથી મોટા માર્કેટમાં થોડા દિવસ પહેલાં રેકૉર્ડબ્રેક લંચનું આયોજન થયું હતું. રાજધાની પૅરિસ સિટીની દક્ષિણે સાત કિલોમીટરના અંતરે રેન્ગિસ માર્કેટ આવેલું છે જે વિશ્વનું સૌથી મોટું ફ્રેશ પ્રોડક્ટ્સનું માર્કેટ છે. ૫૮૦ એકરમાં પથરાયેલા આ માર્કેટમાં ૧૨,૦૦૦ જેટલા હોલસેલર્સ, ઉત્પાદકો, એજન્ટો અને રીટેલર્સની અહીં શૉપ્સ છે. ગયા અઠવાડિયે આ માર્કેટને પચાસ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ખાસ ગિનેસ વલ્ર્ડ રેકૉર્ડ તોડવાના હેતુથી લંચ ગોઠવવામાં આવ્યું હતું. ફળો અને શાકભાજીનાં સ્ટૅન્ડ્સની વચ્ચે એક લાંબું સળંગ ટેબલ સજાવવામાં આવ્યું હતું. એ ટેબલની લંબાઈ ૪૦૧.૨૨ મીટર હતી. એ ટેબલ પર સ્થાનિક શૉપવાળા લગભગ ૨૦૦૦ લોકોએ એકસાથે બેસીને ભોજન લીધું હતું. આ ઘટનાએ ૨૦૧૭માં બનેલા ૩૨૨ મીટર લાંબા ડિનર-ટેબલનો રેકૉર્ડ તોડ્યો હતો.

hatke news offbeat news