૩૮૯ વર્ષની સંયુક્ત ઉંમર ધરાવતી ચાર બહેનોએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

28 September, 2022 10:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

૩૮૩ વર્ષની સંયુક્ત ઉંમરનો રેકૉર્ડ આ વર્ષની શરૂઆતમાં વેરિફાઇ થયો હતો.

૩૮૯ વર્ષની સંયુક્ત ઉંમર ધરાવતી ચાર બહેનોએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો

અમેરિકાના જુદા-જુદા વિસ્તારોમાં રહેતી ચાર બહેનોએ ચાર હયાત ભાઈ-બહેનની સૌથી વધુ સંયુક્ત ઉંમરનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. આ બહેનોની સંયુક્ત ઉંમર ૩૮૯ વર્ષ છે. આ જૉન્સન સિસ્ટર્સે ગોએબેલ ફૅમિલીનાં ભાઈ-બહેનોનો રેકૉર્ડ તોડ્યો હતો, જેમનો ૩૮૩ વર્ષની સંયુક્ત ઉંમરનો રેકૉર્ડ આ વર્ષની શરૂઆતમાં વેરિફાઇ થયો હતો.

આ જૉન્સન સિસ્ટર્સમાં ૧૦૧ વર્ષનાં અર્લોવેને જૉન્સન ઑવરસ્કી, ૯૯ વર્ષનાં માર્સિન જૉન્સન સ્કલી, ૯૬ વર્ષનાં ડૉરિસ જૉન્સન ગૌદિનીર અને ૯૩ વર્ષનાં જ્વેલ જૉન્સન બૅકનો સમાવેશ છે. આ બહેનો ભલે અમેરિકાના જુદા-જુદા વિસ્તારોમાં રહે છે, પણ અત્યાર સુધી તેઓ દર સમરમાં મળતી હતી. હવે તેઓ ફોન પર રેગ્યુલર વાતચીત કરે છે. 

offbeat news guinness book of world records united states of america washington