જમાઈએ દહેજ લેવાની ના પાડતાં કન્યાના પિતાએ ૧૦૦૦ પુસ્તક ગિફ્ટ આપ્યા

25 May, 2019 12:39 PM IST  |  પશ્ચિમ બંગાળ

જમાઈએ દહેજ લેવાની ના પાડતાં કન્યાના પિતાએ ૧૦૦૦ પુસ્તક ગિફ્ટ આપ્યા

દહેજમા 1 લાખ રુપિયાના 1,000 પુસ્તકો

પહેલાં ખુલ્લેઆમ દહેજપ્રથા હતી, પણ હવે દહેજ છાનેછપને લેવાય છે. દહેજની પ્રથા હજી જડમૂળથી દૂર નથી થઈ અને એટલે જ ગરીબોને દીકરીનાં લગ્ન કરાવવામાં અડચણ આવે છે. જોકે પશ્ચિમ બંગાળના સોનારપુર ગામમાં દહેજને લગતો અનોખો બનાવ બન્યો હતો.

વ્યવસાયે શિક્ષક એવા કલકત્તાના રહેવાસી સૂર્યકાન્ત બરીકને લગ્ન પહેલાં જ તેના સાસરાપક્ષને કહી દીધું હતું કે હું કોઈ પણ પ્રકારનું દહેજ સ્વીકારીશ નહી. તેની મંગેતર પ્રિયંકાને પણ સૂર્યકાન્તની આ વાત બહુ ગમી ગયેલી. સૂર્યકાન્તનું કહેવું છે કે મને અને પ્રિયંકાને વાંચવાનો બહુ શોખ છે અને એને કારણે અમે એકમેકની પસંદગી કરેલી.

આ પણ વાંચો: ધો.12 કોમર્સનું 73.72% પરીણામ, સૌથી વધુ પાટણ જીલ્લાનું પરીણામ

લગ્ન પહેલાં જ સૂર્યકાન્તે સ્પષ્ટતા કરી રાખેલી કે તેને કોઈ પણ પ્રકારે દહેજ આપવું નહીં. જોકે જ્યારે તે પરણવા માટે માંડવે પહોંચ્યો ત્યારે કન્યાના પિતાએ તેને જબરી સરપ્રાઇઝ આપી હતી. સાસરિયાએ તેને એક લાખ રૂપિયાનાં ૧૦૦૦ પુસ્તકો ગિફ્ટ આપ્યાં હતાં. કન્યાના પરિવારનું કહેવું હતું કે દુનિયાની કોઈ ગિફ્ટ નૉલેજની ભેટ કરતાં ચડિયાતી નથી.

national news hatke news offbeat news